લોગ વિચાર :
બોલો જુબા કેસરી એડ કરનાર બોલીવુડના અભિનેતાઓ શાહરુખખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફની મુશ્કેલી વધી છે. હર દાને મેં કેસર હોવાનો દાવો કરનાર આ એડમાં હવે આ ત્રણેય અભિનેતા ઉપરાંત ગુટખા કંપનીને જયપુર ગ્રાહક પંચે નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે.
જયપુરના યોગેન્દ્રસિંહ દ્વારા આ ગુટખાની જાહેરાત મુદે ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે, તેની એડમાં ખોટી વાતો ચગાવાઈ રહી છે. આ ઉત્પાદન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ તેમાં આ અભિનેતાઓ એવુ બોલતા જણાવાય છે કે હર દાને મેં કેસર જે શકય જ નથી.
રૂા.5ના ગુટખામાં દરેક દાણામાં કેસર કઈ રીતે હોઈ શકે. આમ લોકોને ભ્રમીત કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક પંચે આ અંગે ત્રણેય અભિનેતા ઉપરાંત ગુટખા નિર્માતા કંપની જે.બી.ઈન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેનને નોટીસ ફટકારી છે તથા તા.19 માર્ચના રોજ તેના પર સુનાવણી કરાશે.