લોગ વિચાર :
આગામી ૧૪ તારીખે યાત્રાધામ દ્વારકા ખાતે હોળી અને ફુલડોલના ઉત્સવની ઉજવણી થવાની છે. આ અવસર પર, દેશભરના અનેક શ્રદ્ધાળુઓ દ્વારકા આવે તે પહેલાં, સુરક્ષાની માટે ૧૪૦૦ થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.
બંદોબસ્ત માટે ૧ એસપી, ૫ ડીવાય એસપી, ૯૦ પીઆઈ અને પીએસઆઈ સાથે ૧૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો તૈનાત રહેશે.
શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન સરળતાથી કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ..
પોલીસ વિભાગ દ્વારા ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે જે બંદોબસ્તમાં તૈનાત રહેશે, જે અશક્ત, વિકલાંગ અને સિનિયર સિટીઝન્સની મદદ માટે ઉપલબ્ધ રહેશે..
ઉત્તમ સુરક્ષા માટે, પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને મોનીટરીંગ કરવામાં આવશે..
હોળી અને ફુલડોલ ઉત્સવ દરમિયાન, દ્વારકા શહેર અને જગત મંદિર આસપાસની સુરક્ષા માટે CCTV કેમેરા સર્વેલન્સ કરવામાં આવશે. SOG, LCB, તેમજ સ્થાનિક પોલીસ ૨૪ કલાક પેટ્રોલીંગ કરીને સુરક્ષાને મજબૂત બનાવશે.