સુરતના સચિન વિસ્તારમાં ગુંડાગીરી અને આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ગબરૂ ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો

લોગ વિચાર :

સુરતના સચિન વિસ્તારમાં ગુંડાગીરી અને આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ગબરુ ભરવાડ આખરે પોલીસના હાથે ઝડપાયો. સચિન પોલીસે ખાસ ઓપરેશન ચલાવી રાજસ્થાનમાંથી ગબરુ ભરવાડની ધરપકડ કરી અને તેને સુરતમાં લાવી યોગ્ય પગલાં લીધા હતા  ગબરુ ભરવાડ અને તેની ગેંગે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આતંક ફેલાવ્યો હતો.

તાજેતરમાં એક દુકાનદાર સાથે પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીમાં પણ તેનો સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ગબરૂ અને તેના સાગરિતોએ વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવા અને દહેશત ફેલાવવા માટે અનેક ગુનાઓ અંજામ આપ્યા હતા.