29મીથી અમરનાથ યાત્રા પ્રારંભ : વ્યવસ્થાને આખરી ઓપ

લોગ વિચાર :

આ વર્ષે ૨૯ જૂનથી બાવન દિવસ લાંબી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. પહેલગાંવ ચંદનવાડી અને બાલતલ બંને ટ્રેક પર પવિત્ર ગુફા સુધી કોઈપણ પરેશાની વગર તીર્થયાત્રાની વ્‍યવસ્‍થા યુદ્ધ સ્‍તરે કરવામાં આવી રહી છે.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ પવિત્ર ગુફા સુધી બાલતાલ ટ્રેક પર બરફ હટાવવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે ત્‍યારે નુંન્‍વાન ચંદનવાડી ટ્રેક પર મહા ગુનસ ટોપ અને પોશ પથરી ના બે પેચ હજી પણ બરફ સાફ થયો નથી જેની ઉપર કામ ચાલી રહ્યું છે સૂત્રો મુજબ આ બંને પેચથી થોડા જ દિવસોમાં બરફ હટાવવામાં આવશે.ે બાલટાલ અને નુનવાનના બેઝ કેમ્‍પ પર કેમ્‍પ સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. ેબાલતાલ અને ચંદન વાડીમાં એક એક ૧૦૦ે પથારી વાળી બે હોસ્‍પિટલ પણ ઉભી કરાશે અને ત્રણ ચાર દિવસમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. સૂત્રો મુજબ આ હોસ્‍પિટલો નું પ્રબંધન અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવશે અને તેનું સંચાલન જ્‍મમુ કાશ્‍મીર સ્‍વાસ્‍થ સેવા વિભાગ દ્વારા કરાશે.

તીર્થયાત્રીઓની સુવિધા માટે બંને તરફથી ટ્રેકને વધુ બહેતર બનાવવામાં આવ્‍યો છે અને તેને ૧૨ ફૂટ સુધી પહોળાઈ આપવામાં આવી છે. આ સિવાય આખી યાત્રામાં સફાઈ વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે તથા તેનું કાર્ય જમ્‍મુ કાશ્‍મીર સરકારના ગ્રામીણ સ્‍વચ્‍છતા નિર્દેશાલયન સોંપવામાં આવ્‍યું છે. ઉપરાંત બંને આધાર શિબીરોમાં પાણી વીજળીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જ્‍યારે ઉપરના વિસ્‍તારોમાં આ વ્‍યવસ્‍થાઓ અગ્રીમ ચરણમાં છે તથા થોડા દિવસોમાં પૂરી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્‍યું કે હેલિકોપ્‍ટર સેવાઓની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે તથા બાલટાલ ટ્રેક પર શ્રીનગરથી પહેલગાંવ તથા શ્રીનગરથી નીલગાથ સુધી સિધી હેલિકોપ્‍ટર સેવાઓ પણ ઉપલબ્‍ધ થશે. સૂત્રો મુજબ પવિત્ર ગુફાની નજીક ૨૦૨૨ ની આપદા ને ધ્‍યાને રાખી એસ એ એસ બી એ તીર્થયાત્રીઓ અને સેવા પ્રદાતાઓની સમગ્ર સુરક્ષા માટે પવિત્ર ગુફાથી નજીક આપદા સંભવિત ક્ષેત્રો પાસે કોઈપણ શિબિર સ્‍થાપિત ન કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે પંથા ચોક પર ૬ માળના યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય હજી ચાલુ છે પણ તેના ત્રણ માળનું કામ પૂરું થઈ ગયું છે તેનો ઉપયોગ તીર્થયાત્રીઓને નિવાસ માટે કરવામાં આવશે. સૂત્રો મુજબ યાત્રી નિવાસમાં બે લંગર પણ સ્‍થાપિત કરાશે. પવિત્ર ગુફામાં ચિકિત્‍સા સુવિધાઓ, સુરક્ષા, પાણી અને વીજળી ની આપૂળતિ બે દિવસમાં જ કરી લેવામાં આવશે ત્‍યારે બાલતાલ ટ્રેક અને નુંનવાન ચંદનવાડી માર્ગથી પવિત્ર ગુફા સુધી બંને ટ્રેક પર લંગર સ્‍થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અધિકારીઓ મુજબ પહેલાની જેમ અધિકારીઓ એ તીર્થયાત્રીઓ માટે રેડિયો ફ્રિકવન્‍સી આઇડેન્‍ટિટી ચીપ અનિવાર્ય કરી છે અને તેના વગર કોઈપણ યાત્રીને તીર્થયાત્રા પર જવાની અનુમતિ નહીં આપવામાં આવે. દક્ષિણ કાશ્‍મીરના અનંતનાગ જિલ્લામાં હિમાલયની ઊંડાઈ માં ૩૮૮૦ મીટર ની ઊંચાઈ પર સ્‍થિત પવિત્ર ગુફાની ૫૨ દિવસીય વાર્ષિક અમરનાથ યાત્રા ૧૯ ઓગસ્‍ટ ને રક્ષાબંધનના તહેવાર સાથે પૂર્ણ થશે.આ વર્ષે દેશભરમાંથી તીર્થયાત્રીઓનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન ૧૫ એપ્રિલથી શરૂ થઈ ચૂકયું છે.