ચૈત્ર નવરાત્રી દરમિયાન પ્રખ્યાત યાત્રાધામ શ્રી ચામુંડા માતાજી ડુંગરનાં પગથિયાં સવારે પાંચ ખૂલી જશે

લોગ વિચાર :

આસો મહિનાની જેમ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિનું પણ ઘણું મહત્વ છે. રાજ્યનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિને લઈને માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયામાં વસતા માઈભક્તો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીનું અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હોય છે. માતાજીના મંદિરોમાં પણ આ દરમિયાન વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ચોટીલામાં પણ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિને લઈને માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મંદિરના મહંત પરિવારના હરેશગીરીએ જણાવ્યા પ્રમાણે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને 6 એપ્રિલે નવમું નોરતું છે. આ દરમિયાન ચોટીલામાં દર્શન માટે ડુંગરના પગથીયા ના  દ્વાર વહેલી સવારે 5:00 વાગ્યે ખુલી જશે અને સવારે સાડા પાંચ વાગ્યે માતાજીની આરતી થશે.

જો કે સાંજના સમયની આરતીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો રાબેતા સાંજે સૂર્યાસ્ત સમયે માતાજીની આરતી ઉતારવામાં આવશે. મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય સવારે 11 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધીનો રહેશે તેમ જણાવ્યું છે.

નવરાત્રિ દરમ્યાન લાખો ભાવિકોમાં ચામુંડાના દર્શનાર્થે ચોટીલા ખાતે આવે છે. ત્યારે પ્રારંભે રવીવારનાં ડુંગર ફરતે પરિક્રમાનું આયોજન હોવાથી તે દિવસે જ એક થી દોઢ લાખ લોકો આ યાત્રામાં જોડાવની સંભાવના છે.