લોગ વિચાર :
આ વર્ષે ગરમી અગાઉના તમામ રેકોર્ડ્સ તોડી રહી છે, જેની અસર દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વળી, જો આહારમાં વિટામિન્સની ઉણપ હોય તો વધારે પરેશાની થઇ શકે છે. સુપ્રાડિન પોષણ સર્વેક્ષણ (Supradyn Nutrition Survey) 2023 અનુસાર, મોટાંભાગના ડોક્ટર્સ અને પોષણ નિષ્ણાત માને છે કે, દૈનિક આહાર માત્ર 70 ટકા પોષણ સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
અત્યારના સમયમાં બાળકો સહિત દરેક વ્યક્તિ ગરમીથી પરેશાન છે, જેના કારણે સ્કિન પર ડીહાઇડ્રેશનની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. જો ડાયટમાં જરૂરી વિટામિન્સની ઉણપ હોય તો સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઓર વધી જાય છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, જાણો બાળકોને ગરમીની સિઝનમાં ક્યા વિટામિન્સ લેવાથી તેઓ સ્વસ્થ રહી શકે છે.
ઉનાળામાં ત્વચા ખરાબ થઇ શકે છે, વિટામિન એ સૂર્યથી ક્ષતિગ્રસ્ત થયેલી કોશિકાઓને ઠીક કરે છે અને નવી કોશિકાઓનું નિર્માણ કરી સનબર્નથી બચાવે છે. 19થી 64 વર્ષના પુરૂષોને 1000 અને મહિલાઓએ 840 માઇક્રોગ્રામ વિટામિન એ લેવું જોઇએ.
બી કોમ્પલેક્સ વિટામિન અલગ અલગ શારિરીક પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. આ પોષક તત્વ ચયાપચય, ડીએનએની જાળવણી અને ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તે ભોજનને એનર્જીમાં બદલે છે, જેના કારણે ઉનાળાની ગરમી છતાં ઉર્જાવાન રહો છો. આ માટે વિટામિન બી1, બી2, બી3, બી6 અને બી12ની દૈનિક આવશ્યકતા ક્રમશઃ 1.8 મિલીગ્રામ, 2.5 મિલીગ્રામ, 18 મિલીગ્રામ, 2.4 મિલીગ્રામ અને 2.5 માઇક્રોગ્રામ છે.
વિટામિન સી એક પાવરફૂલ એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરને યુવી કિરણોથી બચાવે છે અને તેનાથી થતાં નુકસાનને ઘટાડે છે. વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. તે આયર્નનું અવશોષણ પણ વધારે છે અને ડીહાઇડ્રેશનથી બચાવે છે.
આ એક એન્ટીઓક્સિડન્ટ છે જે સન ડેમેજને રોકે છે, વળી ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપી સ્કિનને હેલ્ધી રાખે છે અને સનબર્નથી બચાવે છે. વિટામિન ઇ ત્વચાની દેખભાળની પ્રક્રિયામાં યોગદાન આપે છે અને તાપથી થતાં નુકસાનને ઝડપી ઠીક કરે છે. વયસ્કોએ રોજ લગભગ 7.5થી 10 મિલીગ્રામ વિટામિન ઇ લેવું જોઇએ.
લોહીના ક્લોટિંગ દૂર કરવા અને ટિશ્યૂને રિપેર કરવા ઉપરાંત માસપેશીઓની જડતાને દૂર કરવા માટે વિટામિન કે આવશ્યક છે. તમારાં બાળકોના આહારમાં આ વિટામિનને ચોક્કસથી સામેલ કરો અને ખુદ પણ લો.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.