લોગ વિચાર.કોમ
લીપસ્ટીક લગાવવી એ આજે દરેક મહિલાના મેકઅપ રૂટીનનો મહત્વનો હિસ્સો બની ગયો છે.
ઓફિસે જવાનું હોય, પાર્ટી એટેન્ડ કરવાની હોય કે પછી ખાલી પોતાના દેખાવને નિખારવાનો હોય, લીપસ્ટીક ચહેરાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. પણ શું તમે જાણો છો કે રોજ લીપસ્ટીક લગાવવાની ટેવ ધીમે ધીમે તમારા આરોગ્યને નુકશાન પહોંચાડે છે.
જી હા, ચરકીલી અને ચમકદાર લીપસ્ટીકમાં ઘણાં હાનિકારક કેમિકલો હોય છે. આવો જાણીએ રોજ લીપસ્ટીક લગાવવાથી થતા પાંચ ગંભીર નુકસાન વિષે જેનાથી તમારે સાવચેત જરૂર છે.
(૧) મોટા ભાગની લીપસ્ટીકમાં સીસા નામક નુકસાનકારક ધાતુ હોય છે. જે ધીમે ધીમે શરીરમાં જમા થઈને હોર્મોનલ ઈન્બેલેન્સ, પ્રજનન સંબંધી સમસ્યાઓ અને મગજના વિકાસમાં બાધા ઉભી કરી શકે છે. વારંવાર લીપસ્ટીક લગાવવાથી આ કેમીકલ શરીરમાં જવા લાગે છે જેનાથી આરોગ્યને ખરાબ અસર થઈ શકે છે.
(૨) હોઠ કાળા અને શુષ્ક થઈ શેકઃ લીપસ્ટીકમાં ઉપસ્થિત કેમિકલ અને પ્રિઝર્વેટીવ્સ હોઠોની ભીનાશ છીનવી શકે છે જેનાથી હોઠ ધીમે ધીમે શુષ્ક, ફાટેલા અને કાળા પડવા લાગે છે. જો તમે રોજ લીપસ્ટીક લગાવતા હો તો સમયની સાથે તમારા હોઠ કુદરતી ગુલાબી પણું ગુમાવી શકે છે.
(૩) શરીરમાં જમા થાય છે શેકસીન્સઃ લીપસ્ટિકમાં પેરાબેન્સ, કેડમિયમ અને ક્રોમિયમ જેવા કેટલાયે પ્રકારના રસાયણો હોય છે, જે શરીરમાં ધીમે ઝેર ભેળવે છે. આ તત્વો કેન્સર જેવી ગંભીર બિમારીઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સતત લીપસ્ટિીકના ઉપયોગથી આ રોકસીન્સ શરીરમાં જમા થઈ શકે છે.
(૪) એલર્જી અને સ્કીન ઈન્ફેકશનનું જોખમઃ કેટલીક મહિલાઓને લીપસ્ટિકમાં રહેલ કેમિકલ્સથી એલર્જી ખજવાળ અને હોઠમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જયારે તમે ;સ્તી અથવા સ્થાનિક લીપસ્ટીકનો ઉપયોગ કરતા હો તો તે સ્કીન ઈન્ફેકશનનું કારણ બની શકે છે.
(૫) પાચનતંત્ર પર પડી શકે છે અસરઃ તમે કયારેય વિચાર્યું છે કે જયારે તમે લીપસ્ટીક લગાવો છો તે દિવસ ભરમાં ધીમે ધીમે આપના શરીરની અંદર પણ જતી હોય છે. ખાવા-પીવા દરમ્યાન લીપસ્ટીકના હાનિકારક રસાયણો શરીરમાં પહોંચીને લીવર અને પેડને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી પાચનતંત્ર નબળુ પડી શકે છે.
સાઈડ ઈફેકટસથી કેવી રીતે બચવું: ઓર્ગેનીક અને હર્બલ લીપસ્ટીકનો ઉપયોગ કરો, લીપસ્ટીક લગાવતા પહેલા હોઠો પર લીપબામ અથવા નારિયેલ તેલ લગાવો, સુતા પહેલા લીપસ્ટીકને સંપૂર્ણ પણે સાફ કરો જેથી રસાયણો હોઠો પર ના રહે, રોજે રોજ લીપસ્ટીકના લગાવો અને કયારેક નેચરલ લુક અપનાવો.