લોગ વિચાર.કોમ
ઈંગ્લેન્ડનું એક ગામ આ દિવસોમાં સવારથી સાંજ સુધી ’હોરર મૂવી’ જેવું બની ગયું હતું. દ્રશ્ય એવું હતું કે બાળકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. થોડા સમય માટે ટપાલ સેવા પણ બંધ કરવામાં આવી હતી.
આ બધું એક બાઝ નું બેડ બોય બનવાના કારણે થઈ રહ્યું હતું, જે અચાનક તેના પંજા વડે લોકોના માથા પર પંજો મારીને ઉડી જતુ હતું. લગભગ 50 વખત ગ્રામજનોના માથા પર ’ડાઈવ બોમ્બિંગ’ કરનાર આ પક્ષીએ ઘણાને લોહી લુહાણ કરી દીધા હતાં.
ગ્રામજનો વોટ્સએપ ગ્રુપ પર હોક ટ્રેકર બન્યા અને બાજ ક્યાં છે અને કઈ બાજુ છે તે અપડેટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ સ્ટીવ હેરિસ ’બાઝીગર’ તરીકે આગળ આવ્યા.
તેણે બીબીસીને જણાવ્યું કે, જ્યારે તે દોડવા જતો ત્યારે ગરુડ તોફાની રીતે હુમલો કરતો હતો. એક દિવસ જ્યારે ગરુડ તેમના ઘરની પાછળના શેડ પર બેઠો હતો, ત્યારે તેઓએ તેના પર પાંજરું ઉપરથી માર્યું અને ગરુડને પાંજરે પુરી દીધો.
આ રીતે રમત સમાપ્ત થઈ ગઈ. એવું નોંધવામાં આવ્યું છે કે, ગરુડ કદાચ હોર્મોનલ ફેરફારોને કારણે આક્રમક બની ગયું હતું. ગ્રામજનોએ તેને ખોરાક ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તે વધુ ભારે થઈ ગયો હતો. ગરુડને અત્યારે ડાયેટ (ઓછો ખોરાક) પર મૂકવામાં આવ્યો છે.