લોગ વિચાર.કોમ
ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરીટી-યુઆઈડીએઆઈ આધારનાં નવા એપનું પરિક્ષણ કરી રહ્યું છે. આથી ચહેરાથી વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થશે. કેન્દ્રીય માહીતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આધાર સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, એપ આવ્યા બાદ હોટેલ કે દુકાનમાં આધારની ફોટોકોપી નહી આપવી પડે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતું કે, આ એપથી આધાર વેરિફિકેશનના પ્રક્રિયાને યુપીઆઈ પેમેન્ટની જેમ સરળ બનાવવામાં આવી છે. માત્ર કયુઆર કોડથી આધારનું પળવારમાં ડિઝીટલ વેરિફીકેશન કરી શકાશે. આધાર અનેક પહેલાનો આધાર છે. આ સ્થિતિમાં નવી એપ ઘણુ બધુ સરળ ક્રી દેશે.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, નવુ આધાર એપ પુરી રીતે સુરક્ષિત રહેશે. જે નિશ્ચિત કરે છે કે આધાર સાથે જોડાયેલો ડેટા કયાંય પણ લીક નહિં થાય. કોઈપણ વ્યકિતનો પોતાની અંગત જાણકારી પર પુરો અંકુશ હશે આધાર સાથે જોડાયેલી માત્ર એટલી જ જાણકારી બીજી વ્યકિતને શેર કરાશે. જેટલી જરૂર હશે.
અત્યાર સુધી આધાર વેરિફિકેશનના નામે કોઈપણ વ્યકિતનુ નામ, સરનામું, મોબાઈલ નંબરથી લઈને અન્ય વ્યકિતગત જાણકારી પણ માગવામાં આવે છે. જયારે આટલી જાણકારીની કોઈને જરૂર પણ નથી હોતી.