લોગ વિચાર.કોમ
અયોધ્યામાં રામમંદિરમાં આવતા મહિને રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે જેને શ્રદ્ધાળુઓ માટ 6 જૂનથી ખોલવામાં આવશે. જો કે, આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જેવું નહીં હોય. મંદિર નિર્માણ સમીતીના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રે બુધવારે આ જાણકારી આપી હતી.
મિશ્રે જણાવ્યું હતુ કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરના ભૂતળમાં 2024માં થઈ ચૂકી છે. હવે રાજારામને પ્રથમ માળ પર રામ દરબારમાં બિરાજમાન કરવાની તૈયારી છે.
અનુમાન છે કે, ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણની પ્રતિમાઓ અયોધ્યા પહોંચશે અને 23 મે એ મંદિરના પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જયારે ભગવાન રામની પ્રતિમા તેમના દરબારમાં સ્થાપિત થશે તો સ્વાભાવિક છે કે એક ધાર્મિક સમારોહ બાદ જ થશે.
અહીં પૂજા થશે પરંતુ તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવું ઠીક નહી લાગે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ જ થઈ ગઈ છે. હા, રામ દરબારને આમ શ્રદ્ધાળુઓ માટે ખોલતા પુર્વે અલગ અલગ પ્રકારની પૂજા થશે. આ પૂજા 5 જૂને સંપન્ન થશે.
મિશ્રે જણાવ્યું હતું કે, 23 મે અને 5 જૂનની તિથિઓનો પોતાનો જયોતિષ યાંગ છે એટલે 23 મે એ સ્થાપના કરવા અને 5 જૂને પૂજા સંપન્ન થયા બાદ રામ દરબારને સામાન્ય લોકો માટે બોલવાનો નિર્ણય કર્યો છે. લગભગ પાંચ ફુટની રામની પ્રતિમા જયપુરમાં સફેદ આરસ પહાણમાંથી તૈયાર કરાઈ છે અને તેને રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે.
અહીં સીતા, લક્ષ્મણ, ભારત, શત્રુઘ્ન અને હનુમાનની પ્રતિમાઓ હશે. 6 જૂન સુધીમાં રામ મંદિરની બહાર મહર્ષિ વાલ્મીકી મંદિર જેવા અન્ય 7 મંદિરોનું નિર્માણ પૂરું થઈ જશે. જૂનમાં કોઈ પવિત્ર તિથિ નકકી કરીને બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.