લોગ વિચાર.કોમ
ચીનથી તબકકાવાર ખુદના ઉત્પાદન પ્લાંટને ભારત સહિતના દેશોમાં ફેરવી રહેલી એપલ કંપની એ હવે ઉતર ભારતમાં 300 એકરમાં જાયન્ટ પ્લાંટ સ્થાપવાની તૈયારી કરી છે.
ઉતર ભારતમાં તેનો આ પ્રથમ પ્લાંટ હશે. યમુના એકસપ્રેસ હાઈવે પર તે ઉત્પાદન મોટી ક્ષમતા સાથે આ પ્લાંટ સ્થાપશે. ફોકસફોનના બેંગ્લોર પ્લાંટ કરતા પણ તે મોટો હશે. એપલ તેની સાથે ગ્રેટરનોઈડા સહિતના ક્ષેત્રમાં ઈલેકટ્રોનીકસ સ્પેરપાર્ટસ માટે પણ તેના વેન્ડરને આસપાસ ખાસ સ્થાન આપશે.
યમુના એકસપ્રેસ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં એચસીએલ તથા ફોકસકોર્ન 50 એકરમા સેમીક્ધડકટર ફેકટરી સ્થાપવા જાહેરાત કરી છે. જે એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા સાથેની હશે.
આમ એપલ અને અન્ય કંપનીઓ તેના સપ્લાય ચેઈનને પણ હવે ચીન બહાર મજબૂત બનાવી રહી છે.