ભારતના રસ્તાઓ અમેરિકાના માર્ગો જેવા થશે : કેન્દ્રીય મંત્રી ગડકરી

લોગ વિચાર.કોમ

કેન્દ્ર સરકાર દેશભરમાં હાઈવેને મજબૂત કરવા માટે આગામી બે વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ આ જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે પુર્વોતર ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપશું, ત્યાંના રસ્તાઓને અમેરિકાના રસ્તા જેવા બનશે. ગડકરીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આગામી બે વર્ષમાં દેશમા પાયાના માળખામાં આમૂલ પરિવર્તન લાવવા માટે કામ કરી રહી છે, જેથી તે દુનિયામાં સર્વશ્રેષ્ઠની બરાબર થાય.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પ્રયાસ દેશના પાયાગત માળખામાં આમુલ પરિવર્તન લાવવા માંગે છે, જેથી દુનિયાના સર્વશ્રેષ્ઠ પાયાગત માળખાની બરાબર થઈ જાય. આ દિશામાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન અને દિલ્હી સહિત બધા રાજયોમાં કામ ચાલી રહ્યું છે.