લોગ વિચાર.કોમ
‘ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડ’, જે ભારતના શાહી વારસાનો એક દુર્લભ વારસો છે, તેની 14 મેના રોજ જીનીવામાં ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસમાં હરાજી કરવામાં આવશે. એક સમયે તેની માલિકી ઈન્દોર અને બરોડાના મહારાજાઓ પાસે હતી.
આ 23.24 કેરેટ તેજસ્વી વાદળી હીરાની અંદાજિત કિંમત 300 થી 430 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. આ ઐતિહાસિક હીરાને પેરિસના પ્રખ્યાત ડિઝાઇનર ઉંઅછ દ્વારા આકર્ષક આધુનિક રિંગમાં સેટ કરવામાં આવ્યો છે.
બરોડાના મહારાજા પાસે હતા આ ડાયમંડ: ધ ગોલકોન્ડા બ્લુ 1947માં ન્યુ યોર્કના પ્રખ્યાત ઝવેરી હેરી વિન્સ્ટન દ્વારા ખરીદ્યું અને સફેદ હીરા સાથેના બ્રોચમાં સેટ કર્યું. બાદમાં તે બ્રોચ બરોડાના મહારાજા પાસે પહોંચ્યો.
દુર્લભ હીરાઓમાંનો એક: ક્રિસ્ટીઝ જ્વેલ્સના ઇન્ટરનેશનલ જ્વેલરીના વડા રાહુલ કડકિયાએ કહ્યું, ‘તેના શાહી વારસા સાથે, અસાધારણ રંગ,અને અસાધારણ આકારને કારણે ગોલકોંડા બ્લુ ખરેખર વિશ્ર્વના દુર્લભ વાદળી હીરાઓમાંનો એક છે.’
ક્રિસ્ટીઝ કંપની 259 વર્ષ જૂની છે. આ કંપનીએ ભૂતકાળમાં પણ ઘણા પ્રખ્યાત ગોલકોંડા હીરાની હરાજી કરી છે. આમાં આર્કડ્યુક જોસેફ, પ્રિન્સી અને વિટલ્સબેક જેવા હીરાનો સમાવેશ થાય છે.