13 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલ ચલાવવાનો રેકોર્ડ

લોગ વિચાર :

તામિલનાડુના ગોપીક્રિષ્‍નન કેસવન નામના ૨૭ વર્ષના યુવાને સાઇકલ પર એવું કારનામું કર્યું છે કે તેનું નામ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નોંધાઈ ગયું છે. તેણે ૧૩ દિવસમાં K2K ટૂર સાઇકલ પર પૂરી કરી છે. K2K એટલે ભારતના ઉત્તર છેડા કાશ્‍મીરથી દક્ષિણ છેડા કન્‍યાકુમારી સુધીની ૩૬૪૨ કિલોમીટરની સફર સાઇકલ પર જસ્‍ટ ૧૩ દિવસમાં પૂરી કરી હતી.

સામાન્‍ય રીતે આવું સાહસ કરતી વખતે સપોર્ટિંગ ટીમ સાથે હોય છે, પણ ગોપીક્રિષ્‍નને કોઈ જ સપોર્ટ વિના જાતે જ ફૂડ, જરૂરી ચીજો અને અકોમોડેશન મેનેજ કર્યાં હતાં. રોડસાઇડ ટપરીઓ પરથી ખાવાનું અને ભોજન લઈને આખી સફર કરી હતી. સ્‍ટાન્‍ડર્ડ સાઇકલ ચલાવીને અને થાક લાગે ત્‍યારે ક્‍યારેક રોડ પરની ટપરી પર જ સૂઈ જઈને દિવસ-રાત સાઇકલ ચલાવીને આ કારનામું કર્યું હતું. તે રોજ ૧૮ કલાક સાઇકલ ચલાવાતો હતો અને માત્ર છ કલાકનો સમય તે સૂવા અને ખાવામાં વાપરતો હતો. ઉત્તરનાં રાજયોમાં ઠંડી અને નીચે આવતી વખતે ભયંકર ગરમીની શરૂઆત થઈ એ ટ્રાન્‍સફોર્મેશનનો ગાળો તેના માટે મોટી ચેલેન્‍જ બની ગયો હતો.

શ્રીનગરના લાલ ચોક ક્‍લોક ટાવરથી કન્‍યાકુમારીના બીચ સુધી તેણે સફર કરી હતી અને તાજેતરમાં ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે ભારતના નોર્થ છેડાથી સાઉથ છેડા સુધી અનસપોર્ટેડ સ્‍ટાન્‍ડર્ડ સાઇકલ લઈને સવારી કરવાના કારનામાને ફાસ્‍ટેસ્‍ટ ગણાવ્‍યું હતું.