એક શહેર કબૂતરોની વસ્તીને સાફ કરવા માંગે છે: લિમ્બર્ગમાં કબૂતરોને મારવા પર મતદાન યોજાયું હતું

લોગ વિચાર :

જર્મનીના એક શહેર લિમ્બીર્ગ એન ડેર લાહનમાં કબૂતરોનીમ સંપૂર્ણ વસ્તીિને ખતમ કરવા માટે કરાયેલ જનમત સંગ્રહના પરિણામોએ એક નવી ચર્ચા શરૂ કરી છે.

સ્થાેનિક મીડીયા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં કરાયેલ આ જનમત સંગ્રહમાં આ શહેરના રહેવાસીઓએ પક્ષીઓને મારી નાખવાની તરફ.ેણમાં મતદાન કર્યું હતું. પશુ-પક્ષી અધિકાર કાર્યકરો આની આકરી ટીકા કરી રહ્યા છે. તો અધિકારીઓ હજુ પણ એ વાત પર વિચાર કરી રહ્યા છે કે જનમત સંગ્રહના પરિણામોના આધાર પર આગળ વધું કે નહિં.

અહીંના રહેવાસીઓ અને વેપારીઓનો દાવો છે કે તેઓ વર્ષોથી કબૂતરોના ચરકથી પરેશાન છે. ગયા વર્ષે નવેમ્બઅરમાં નગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે કબૂતરોને મારવા માટે જાળમાં ફસાવવામાં આવેલ, લાકડી, વાર કરીને કબૂતરોની ગરદન તોડી નાખવામાં આવે. આ નિર્ણયનો પક્ષી કાર્યકરોએ કડક વિરોધ કર્યો હતો અને ત્યાીર પછી જનમત સંગ્રહનું આયોજન કરાયું હતું. હવે જનમત સંગ્રહ પણ કબૂતરોને મારવાની તરફેણમાં આવ્યોગ છે.