લોગ વિચાર :
ભારતમાં ઉનાળાની શરુઆત અને ચોમાસા પહેલા લીચીનું ફળ બજારમાં જોવા મળે છે. ઉનાળામાં લીચી ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફળ શરીરને હાઇડ્રેટ રાખે છે. તેની સાથે સાથે શરીરને લગતી ઘણી સમસ્યાઓથી પણ છૂટકારો પણ આપે છે. અત્યારે બજારોમાં લીચી પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતુ જોવા મળી રહ્યું છે.લીચી ખાવાથી આરોગ્યમાં અઢળક ફાયદાઓ થાય છે. લીચી એક હાઇડ્રેટ ફળ છે, જે તમને અનેક બીમારીઓમાંથી બચાવવાનું કામ કરે છે. અત્યારે લીચી સરળતાથી બજારમાં મળી રહે છે. લીચી વજન ઘટાડવાથી લઇને હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. જો તમે દરરોજ લીચી ખાવાનું શરૂ કરો તો આરોગ્ય સારુ રહેશે. પરંતુ દરરોજ કેટલી લીચી ખાવાથી હેલ્થને ફાયદો થાય એ વિશે દરેક લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે દરરોજ સવારમાં 10 થી 11 વાગ્યાના ગાળામાં તમે 8 થી 10 લીચી ખાઓ, તો હેલ્થને ફાયદો થાય છે. જોકે છતાં પણ અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી જરુરી છે. લીચી એક સિઝનલ ફળ છે, લોકો લીચીને ખૂબ પસંદ હોય છે. લીચીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. પાચનક્રિયા મજબૂત બનાવવા માટે લીચીનું સેવન લાભદાયી છે. કારણ કે તે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. લીચી ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે, તેનાથી ગળામાં દુખાવો, તાવ, શરદી વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.