લોગ વિચાર.કોમ
પાકના લાહોર શહેરમાં થયેલા વિસ્ફોટમાં ‘ડ્રોન’ હુમલા જેવા સંકેત છે. એક વિડીયો ન્યુઝ ચેનલો દર્શાવી રહ્યા છે. જેમાં પાકના સૈન્ય એરપોર્ટ પર એક ડ્રોન ઉડતુ અને તેમાં વિસ્ફોટ થતા દર્શાવાયા છે અને તેથી કોઈ ‘હુમલો’ હોવાથી શકયતા વધી છે. પાક આર્મી નેવલ-વોર કોલેજ અહી જ છે અને શક્તિશાળી ધમાકા બાદ આર્મીએ તે કબ્જે કરી છે.
આખા પાકમાં એરસ્પેસ બંધ કરવામાં આવી છે. બીજી તરફ આ ક્ષેત્રમાં 9 કી.મી. દુર જ આતંકી હાફિસ સઈદનું નિવાસ આવેલું છે. ભારતે ગઈકાલે જ સઈદના મથકોને નિશાન બનાવાયા છે અને ભારતની સર્જીકલ સ્ટ્રાઈકના ભયે પાક સૈન્યએ સઈદને સલામત કર્યો હોવાનું માનવામાં આવે છે. તેને આ ક્ષેત્રમાંજ આર્મી કેમ્પ આસપાસ રખાયો હોય તેવી આશંકા છે.
આમ લાહોર વિસ્ફોટ એ પાક માટે ચિંતા બની ગયો છે. પાકની ચેનલોના દાવા મુજબ મિસાઈલ હુમલો થયો હોવાની આશંકા છે. ભારત જે રીતે હાફિસ સઈદ સહિતના આતંકીઓને નિશાન બનાવી રહ્યું છે તે સમયે આ પ્રકારના વિસ્ફોટથી પાકનાં હડકંપ છે.