ભારત સરકારના આદેશ બાદ, X એ 8000 એકાઉન્ટ્સને બ્લોક કરવાનું શરૂ કર્યું

લોગ વિચાર.કોમ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ એ ભારતમાં આઠ હજાર એકાઉન્ટ્સને બ્લોક કરવાનું શરૂ કર્યું. ’X’ એ જણાવ્યું હતું કે, ’ભારત સરકાર તરફથી ભારતમાં 8,000થી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ મળ્યો છે.’

નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત ફેક સમાચાર દ્વારા પ્રચાર ફેલાવી રહ્યું છે. ભારત સરકારના આદેશ બાદ એક્સ એ 8000 થી વધુ એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કર્યું છે.

પાકિસ્તાન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારત સરકારે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ચેતવણી જારી કરી છે. સરકારે કહ્યું છે કે, ‘લોકોએ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ અને કોઈપણ દાવો શેર કરતા પહેલા, તેમણે સત્તાવાર સ્ત્રોતોમાંથી તેની પુષ્ટિ કરવી જોઈએ.’