લોગ વિચાર :
નવી દુરસંચાર નીતિ 2023 ગત તા.26 જૂનથી લાગુ થઈ જશે. તેમાં મોબાઈલ ફોન ગ્રાહકો માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે તેનાથી તેમના આઈડી અને સીમકાર્ડનો ખોટો ઉપયોગ કરી શકાશે નહી.
આ કાયદામાં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે કે, ખોટી રીતે સીમકાર્ડ (SIM card) વેચવા, ખરીદવા કે ઉપયોગ કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અને 50 લાખનો દંડ કરવામાં આવશે. કોલ ટેપ કરવા કે રેકોર્ડ કરવાને પણ ગુન્હો માનવામાં આવશે. આ માટે પણ ત્રણ વર્ષ સુધીની સજા સાથે બે કરોડ રૂપિયા સુધીનો દંડ કરવા જોગવાઈ છે.
એક ઓળખકાર્ડ પર નવથી વધુ સીમકાર્ડ લીધા તો 50 હજારનો દંડ કરવામાં આવશે. બીજી વખત આવો ગુન્હો કરવા બદલ પણ બે લાખના દંડનો નિયમ કરવામાં આવ્યો છે. સીમકાર્ડ વેચવા માટે બાયોમેટ્રીક ડેટા લેવામાં આવશે. તે બાદ જ સીમકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. સીમકાર્ડને કલોન કરવુ પણ ગુન્હાની શ્રેણીમાં આવશે.
સરકારને કોઈપણ ઈમરજન્સી સંજોગોમાં સંદેશા વ્યવહાર કે નેટવર્ક પર નિયંત્રણની મંજુરી આપવામાં આવી છે. સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થા કે ગુન્હાઓને રોકવા માટે પણ સરકાર આ સેવાઓનો કંટ્રોલ પોતાના હાથમાં રાખી શકે છે.
જો ગ્રાહક ડુ નોટ ડિસ્ટપ (ડીએનડી) સેવા ચાલુ રાખે તો તેની પાસે આ પ્રકારના એસએમએસ કે કોલ આવવા ન જોઈએ. ગ્રાહક વારંવાર આવતા ફોનકોલ અંગે ફરિયાદ પણ કરી શકશે.