કંગનાએ ટ્રમ્પ અને મોદીની સરખામણી કરી : આખરે પોસ્ટ ડિલીટ કરવી પડી

લોગ વિચાર.કોમ

સોશ્યલ મીડીયામાં વિવાદીત પોસ્ટનો મારો અટકતો ન હોય તેમ અભિનેત્રી-સાંસદ કંગના રનૌતે ટવિટ ડીલીટ કરવુ પડયુ હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કરતા ટવિટને ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાના આદેશ બાદ રદ કર્યુ હતું.

કંગના રનૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલ્ફામેલ (વર્ચસ્વ સુધરાવતી તમામ વ્યક્તિ)ના બાપ ગણાવ્યા હતા. કંગના રનૌતે જ પોતાની પોસ્ટને હટાવી લેવા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ સૂચના આપ્યાનુ સ્વીકાર્યુ હતું.

સોશ્યલ મીડીયા પોસ્ટમાં કંગનાએ લખ્યું હતું કે ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને ભારતમાં આઈકોન ઉત્પાદન ન કરવા કહ્યુ હતુ. કંગનાએ ચોખવટ કરી કે આ મારો વ્યક્તિગત અભિપ્રાય હતો જે પોસ્ટ કરવાનુ યોગ્ય ન હતુ. મને ખેદ છે. ભાજપ પ્રમુખની સૂચના મુજબ ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.

પોસ્ટમાં શું લખ્યુ હતુ?
ડીલીટ કરેલી પોસ્ટમાં કંગનાએ લખ્યુ હતું કે આ પ્યાર ખત્મ હોવાનું શું કારણ હોઈ શકે છે. (1) તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે પરંતુ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા મોદી છે. (2) ટ્રમ્પની બીજી ટર્મ છે પણ ભારતના વડાપ્રધાનની ત્રીજી ટર્મ છે. (3) ટ્રમ્પ અલ્ફામેલ હોવામાં શંકા નથી પરંતુ અમારા વડાપ્રધાન અલ્ફામેલના બાપ છે. આ વ્યક્તિગત જલન છે કે રાજદ્વારી અસુરક્ષા?