*સાપ્તાહિક રાશિ ભવિષ્ય*

પં.ડો. હિતેષ એ. મોઢા

( ૧ )મેષ :-   રેડીમેડ ગાર્મેંટસ, જનરલ ફેબ્રીક તેમજ કોસ્મેટીક એકમના જાતક તથા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ  એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ આખું અઠવાડિયું  દોડ ધામ વાળુ તથા  આંશિક રૂપે પ્રતિકૂળ નીવડશે.  આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર -વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય તેમજ ખર્ચાળ નીવડશે.  છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  સગા, મિત્રો, સ્નેહી સાથે  અણબનાવના સંયોગ.  વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  ૨૩ તથા ૨૪ મે સરેરાશ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :- ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું  તથા સરેરાશ રહે તેવી શક્યતા.  કોઈ પણ  ક્ષેત્રના સેલેબ્રીટી જાતક માટે આ સપ્તાહ  સાવ સાનુકૂળ અથવા મધ્યમ નીવડશે.  મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર મળવાના સંયોગો. ગૃહિણીઓ, મહિલા કર્મીઓ નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ  લાભદાયી નીવડશે.  ૧૯ મે   સામાન્ય  રહેશે.

(૩) મિથુન :-   આ સપ્તાહ દરમિયાન અનેક નવાં કામકાજ  મળવાના સંયોગો. સાથો સાથ આગલા વર્ષના જૂના, અધૂરા રહી ગયેલા કામકાજને વેગ મળવાના સંયોગો.  તેમજ સરકારી કામકાજ  નિર્વિધ્ને પૂરા થવાની શક્યતા. નાના મશીનરીઝ ઉદ્યોગના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.  વ્યાપાર વાણિજ્ય જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  વ્યવસાય એવમ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.   સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્રો દ્વારા સાથ સહકાર મળવાની સંભાવના. ગૃહિણીઓ, નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ.  ૧૯ તથા ૨૦ મે  સામાન્ય રહેશે.

(૪) કર્ક :-   આ સપ્તાહ દરમિયાન આકસ્મિક લાભ મળવાના અનેક સંયોગો બને છે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. લીગલ શેર બજારના જાતકો આ સપ્તાહ સરવાળે અતિ લાભકર્તા નીવડશે.  અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ, દોડધામ વાળું એવમ  લાભકારી પણ રહેશે. નાના તથા છૂટક  વ્યાપારીઓ માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે,  સાથે અવૈધ વહીવટ વ્યવહારથી ખાસ સંભાળ લેવી.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ અર્ધ લાભદાયક જણાશે. ૧૯ તથા ૨૦ મે  સાધારણ નીવડશે.

 (૫)  સિંહ :-  કલર્સ તેમજ કેમિકલ્સના ઔદ્યોગિક તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ચા, કોફી તથા શીતલ પેયના એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તેમજ આકસ્મિક ધન-લાભ વાળું રહેશે.  આ સિવાય અન્ય, મધ્યમ કદ તથા નાના ઔદ્યોગિક એકમના જાતક  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  ખાનગી ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે છતાં અવૈધ વહીવટથી વિશેષ કાળજી રાખવી.  મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયક  નીવડશે. ૨૩ તથા ૨૪ મે સાધારણ નીવડશે.

(૬) કન્યા :-  હોમિયોપેથી ઔષધિ/ ફાર્મસી, આયુર્વેદીક ફાર્મસી તથા  હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટના ઉત્પાદક, વિક્રેતા જાતક માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ વાળું તથા હળવું પ્રતિકૂળ પણ નીવડશે.  સ્યુડો ફિલોસોફર્સ,  દંભી બૌદ્ધિકો--વિચારકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકૂળ નીવડે તેવા સંયોગો. મોટા કે હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ સપ્તાહ પણ હળવું હળવું લાભદાયક નીવડશે.   કુટુંબ તરફથી  સાથ સહકાર મળી શકે તેવા સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ અથવા મધ્યમ જણાશે. ૨૦ મે સામાન્ય નીવડશે.

(૭) તુલા :-    જાહેર ક્ષેત્રની પ્રસિદ્ધ વ્યક્તિ એવમ સેલેબ્રીટી જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે.  આ સપ્તાહે કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગાર થી ખાસ સંભાળવું,  અન્યથા મોટી ખોટના સંયોગો. શીપીંગ તેમજ તેને સંબંધિત તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. રંગ, રસાયણના ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના  કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે લાભદાયી સપ્તાહ. મહિલાકર્મી, છાત્રો તથા ગૃહિણી, નિવૃત્ત માટે લાભદાયી સપ્તાહ.  ૨૨ મે  સાધારણ રહેશે.

 (૮) વૃશ્ચિક :-  આ સપ્તાહ દરમિયાન કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગાર થી ખાસ સંભાળવું,  અન્યથા મોટી નુકસાની થઈ શકે તેવા સંયોગો.   રંગ તથા રસાયણના ઉત્પાદકો તથા વિક્રેતાઓ માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી  જાતકો તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ  માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી રહેશે. સરકારી કર્મચારીઓ એવમ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  ૨૩ તથા ૨૪ મે સામાન્ય જણાશે.

(૯) ધન :-    અવૈધ કહી શકાય તેવા તમામ પ્રકારના વહીવટ, વ્યવહાર કામકાજ તથા તેવા સંબંધોથી વિશેષ કાળજી રાખવી લાભદાયી નીવડશે.  જૂના વેર તથા દ્વેષો, કલેશોમાં થી મુક્ત થવાના સંયોગો.  ધંધા વ્યવસાયમાં અનેક નવી નવી તકો,  અનેક નવા અવસરો સામેથી આવવાની શક્યતા.  ઔદ્યોગિક એકમના એવમ વ્યાપાર વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પુષ્કળ ફાયદાકારક નીવડશે.  કુટુંબ પરિવાર તરફથી સાથ સહકાર મળવાના સંયોગો. નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી તેમજ વિદ્યાર્થી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  ૨૦ મે અર્ધ લાભદાયક નીવડશે.

(૧૦) મકર :-  આ સપ્તાહ દરમિયાન  પણ  દોડધામ થવાની સંભાવના સાથે આર્થિક લાભ એવમ નવી તકો મળે તેવી સંભાવના એવમ સંયોગ. જૂના કે પડતર કામકાજનો નીવેડો આવી જવાની સંભાવના. પેપર, સ્ટેશનરીઝ, પ્રિંટીંગ પ્રેસ, ઓફસેટ, સંબંધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડશે. તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે  લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ  હળવુ લાભદાયી નીવડશે.  પરિવારમાં રહેલા મતભેદ દૂર થઈ જવાની સંભાવના. ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે.  ૨૦ તથા ૨૩ મે  સરેરાશ રહેશે.

(૧૧) કુંભ :-     ખાદ્ય પ્રવાહી ઉત્પાદન એકમના જાતકો તથા ફાર્મા-કેમિક્લ્સ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે.  આ સપ્તાહે પરિવાર તરફથી સાથ સહકાર મળવાના સંયોગો તથા આકસ્મિક ધન લાભના સંયોગો. ઈમીટેશન તથા રીયલ જવેલરીઝના ઔદ્યોગિક તથા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્ય જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું જણાશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ લાભકારી નીવડશે.  નિવૃત્ત, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે લાભદાયી સપ્તાહ.  ૧૯ મે સામાન્ય રહેશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન:-    હોટેલ, રેસ્તોરાં તેમજ  ડ્રાય ફૂડ એવમ પેકીંગ ફૂડ પ્રોડકટસના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.   આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  નાના તથા છૂટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે હળવી દોડધામ રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને ભાગદોડ વાળું નીવડશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે.  મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. નિવૃત્ત, ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, વિદ્યાર્થી માટે આ સપ્તાહ યથાવત રહેશે.  કેવળ ૨૩ મે  મધ્યમ નીવડશે.(પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com