લોગ વિચાર.કોમ
ઓપરેશન સિંદુરના ડિપ્લોમેટીક આક્રમણને વધુ મજબૂત બનાવતા ભારતે હવે આ સપ્તાહમાં અમેરિકા સહિત વિશ્ર્વના 33 દેશોમાં ભાજપના સાંસદો અને 8 પુર્વ ડિપ્લોમેટના બનેલા સાત પ્રતિનિધિમંડળ ત્રાસવાદમાં પાકની ભૂમિકાથી પહેલગામ હુમલા અંગે આ દેશોની સરકારોને માહિતગાર કરીને સરકારે આ પાક સામે ડિપ્લોમેટીક સ્ટ્રાઈકથી પાક હાંફળુ ફાંફળુ થઈ ગયુ છે.
તો બીજી તરફ ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વિદેશમંત્રી એસ.જયશંકર આજથી જ નેધરલેન્ડ, ડેનમાર્ક, જર્મની અને યુરોપીયન દેશોના છ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે અને તેઓ હવે પાકના ત્રાસવાદી સહિતને ખુલ્લુ પાડશે.
સરકારે આ પ્રતિનિધિમંડળમાં પુર્વ ડિપ્લોમેટને પણ સામેલ કર્યા છે. આથી તા.23 સુધી તેઓને વિદેશ મંત્રાલય દ્વારા બ્રિફ કરીને અને બાદમાં તા.23થી આ પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે રવાના થશે.
કેન્દ્ર સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કરવા માટે વિશ્વના ઘણા દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિદેશ જઈ રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ સાંસદો સાથે ચર્ચા કરશે. બે તબક્કાની પ્રક્રિયામાં, ઇજિપ્તના સાંસદોને ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન વિરૂધ્ધ મહત્વપૂર્ણ તથ્યો વિશે માહિતી આપવામાં આવશે.
આ બ્રીફિંગમાં, વિદેશ સચિવ તેમને ભારતના સત્તાવાર વલણ વિશે પણ માહિતી આપશે જેથી પ્રતિનિધિમંડળ વિદેશમાં દેશનો પક્ષ મજબૂત રીતે રજૂ કરી શકે. પહેલો તબક્કો 20 મેના રોજ સંસદ ભવનમાં યોજાશે.
જ્યારે બીજો તબક્કો 23 મેના રોજ યોજાશે. આ સાત પ્રતિનિધિમંડળોમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, ભૂતપૂર્વ મંત્રીઓ અને ભૂતપૂર્વ રાજદૂતોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સોમવાર અને મંગળવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરની આગેવાની હેઠળની સમિતિને ‘ભારત અને પાકિસ્તાન સંબંધિત વર્તમાન વિદેશ નીતિના વિકાસ’ વિશે માહિતી આપશે.
ક્યાં સાંસદો ક્યાં દેશ જશે ?
તેજસ્વી સૂર્યા અમેરિકાની મુલાકાતે આવનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ બનશે
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ રવિવારે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો વલણ રજૂ કરવા માટે અમેરિકા અને લેટિન અમેરિકાની મુલાકાત લેનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ બનશે.
સૂર્યા 23 મે થી 6 જૂન સુધી ચાલનારી આ યાત્રામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને અન્ય લોકો સાથે જોડાશે. આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની મુખ્ય રાજદ્વારી પહેલનો એક ભાગ છે, જેના હેઠળ 32 દેશો અને યુરોપિયન યુનિયનની મુલાકાત લેવા માટે સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોની રચના કરવામાં આવી છે.
દરેક ટીમમાં નિવૃત્ત રાજદ્વારીઓનો સમાવેશ થાય છે જે સાંસદોને મદદ કરશે. આ પ્રતિનિધિમંડળોનો ઉદ્દેશ્ય આતંકવાદ સામે ભારતના મક્કમ અને એકીકૃત વલણને રજૂ કરવાનો અને સરહદ પારના હુમલાઓનો જવાબ આપવાના તેના અધિકાર પર ભાર મૂકવાનો છે.
બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાત સાંસદો સાઉદી અરેબિયા જશે
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પહેલા જૂથના સાત સાંસદો ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયા જશે. આ જૂથમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, એસ ફાંગનોન કોન્યાક, રેખા શર્મા, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. રાજકારણી હર્ષવર્ધન શ્રૃંગલા તેમની સાથે રહેશે.
બીજો જૂથ યુકે, ફ્રાન્સ અને જર્મની જશે
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાંસદોનું બીજું જૂથ યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપ, ઇટાલી અને ડેનમાર્ક જશે. જેમાં બીજેપી સાંસદ ડી પુંડેશ્વરી, શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, નામાંકિત સાંસદ ગુલામ અલી ખટાના, કોંગ્રેસ સાંસદ ડો. અમર સિંહ, બીજેપી સાંસદ સમિક ભટ્ટાચાર્ય, એમજે અકબર સામેલ હશે. તેમની સાથે રાજદ્વારી પંકજ સરન પણ રહેશે.
ત્રીજા જૂથનું નેતૃત્વ JDU સાંસદ સંજય ઝા કરશે
સાંસદોનું ત્રીજું જૂથ JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા પ્રજાસત્તાક, જાપાન અને સિંગાપોર જશે. જેમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, એઆઈટીસી સાંસદ યુસુફ પઠાણ, બીજેપી સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ એમ સાંસદ ડો. જોન બ્રિટાસ, બીજેપી સાંસદ પ્રદાન બરુઆ, હેમાંગ જોશી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે. રાજદ્વારી મોહન કુમાર આ જૂથમાં રહેશે.
સાંસદોનું ચોથું જૂથ યુએઈ અને કોંગો જશે
શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સાંસદોનું ચોથું જૂથ સંયુક્ત આરબ અમીરાત, લાઇબેરિયા, કોંગો પ્રજાસત્તાક, સિએરા લિયોન જશે. આ જૂથમાં ભાજપના સાંસદ બંસુરી સ્વરાજ, ઈંઞખક સાંસદ ઇટી મોહમ્મદ બશીર, બીજેપી સાંસદ અતુલ ગર્ગ, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા, બીજેપી સાંસદ મનન મિશ્રા અને ભૂતપૂર્વ સાંસદ એસએસ અહલુવાલિયાનો સમાવેશ થાય છે. રાજદ્વારી સુજાન ચિનોય પણ આ જૂથમાં હશે.
શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદો અમેરિકા, પનામા, બ્રાઝિલ જશે
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક જૂથ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયા જશે. તેમાં એલજેપી સાંસદ શાંભવી, જેએમએમ સાંસદ ડો. સરફરાઝ અહેમદ, ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગી, ભાજપના સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, શિવસેના સાંસદ મિલિંદ દેવરા, બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા સામેલ થશે. રાજદ્વારી તરનજીત સિંહ સંધુ આ જૂથમાં રહેશે.
કનિમોઝી છઠ્ઠા જૂથનું નેતૃત્વ કરશે
સાંસદોનું છઠ્ઠું જૂથ ડીએમકે સાંસદ કે કનિમોઝીના નેતૃત્વમાં સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયા જશે. આ જૂથમાં સપા સાંસદ રાજીવ રાય, એનસી સાંસદ મિયાં અલ્તાફ અહેમદ, બીજેપી સાંસદ કેપ્ટન બ્રજેશ ચૌટા, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, આપ સાંસદ અશોક કુમાર મિત્તલના નામ સામેલ છે. આ જૂથમાં રાજદ્વારીઓ મનજીવ એસ પુરી અને જાવેદ અશરફનો સમાવેશ થશે.
સાંસદોનું સાતમું જૂથ ઇજિપ્ત અને કતાર જશે
સાંસદોનું સાતમું જૂથ NCP શરદ સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ઇજિપ્ત, કતાર, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા જશે. આ જૂથમાં બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, AAP સાંસદ વિક્રમજીત સિંહ, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી, બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, TDP સાંસદ લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ, આનંદ શર્મા, વી મુરલીધરન સામેલ હશે. આ જૂથમાં રાજદ્વારી સૈયદ અકબરુદ્દીનનો પણ સમાવેશ કરવામાં આવશે.
સાંસદ યુસુફ પઠાણે દેશના પ્રતિનિધિમંડળમાં જવા ઈન્કાર કર્યો
મારા પક્ષને પૂછયા વગર મારૂ નામ સામેલ કર્યુ છે
પાકિસ્તાનને વિશ્ર્વમાં ત્રાસવાદ મુદે ખુલ્લુ કરવા ભારતે 33 દેશોમાં જે પ્રતિનિધિમંડળ મોકલવા નિર્ણય લીધો છે. તેઓ સીનીયર સાંસદ શશી થરૂરના સમાવેશ અંગે કોંગ્રેસ પક્ષે વાંધો ઉઠાવીને સરકાર સાથે વિવાદ સર્જયા છે તો પુર્વ ક્રિકેટર તથા પશ્ર્ચિમ બંગાળમાંથી ચુંટાયેલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે આ પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઈન્કાર કર્યા છે.
પઠાણે એવો દાવો કર્યો છે કે તેમના પક્ષ સાથે કોઈ સંતલત કર્યા વગર જ તેના નામની પસંદગી કરવામાં આવી છે પણ તે ઉપલબ્ધ નથી. તૃણમુલ કોંગ્રેસે એવું વલણ લીધુ છે કે વિદેશ નીતિ એ કેન્દ્રના અધિકાર ક્ષેત્રની નીતિ છે અને તેથી તેણે જ કોઈપણ જવાબદારી તેની હોવી જોઈએ. પઠાણને જનતાદળ (યુ)ના સાંસદ સંજયકુમારના નેતૃત્વમાં ઈન્ડોનેશિયા, મલેશિયા વિ. દેશમાં જવાનું હતું.