RSS કાર્યાલય સહિત ત્રણ મોટા હુમલાઓમાં સંડોવાયેલ 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર

લોગ વિચાર.કોમ

ઓપરેશન સિંદૂરથી સ્તબ્ધ થયેલા પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો થઇ જ રહ્યો છે નાગપુરમાં છજજ મુખ્યાલય પર 2006માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબુ સૈફુલ્લાહ પાકિસ્તાનમાં માર્યો ગયો છે.

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અબુ સૈફુલ્લાહની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે લાંબા સમયથી નેપાળથી પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. જોકે, હાલમાં તે સિંધ પ્રાંતના મતલી બદીનથી કામ કરી રહ્યો હતો. આ આતંકવાદી ભારતમાં ત્રણ હુમલાના કાવતરામાં સામેલ હતો.

લશ્કરના આ આતંકવાદીનું નામ અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે રાજુલ્લાહ નિઝામની હતું. તે નેપાળમાં લશ્કર-એ-તૈયબાના સમગ્ર મોડ્યુલને સંભાળતો હતો. તેનું મુખ્ય કાર્ય લશ્કરની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કેડર અને નાણાકીય મદદ પૂરી પાડવાનું હતું.

આ આતંકવાદી લશ્કરના આતંકવાદીઓને નેપાળ થઈને ભારતમાં પણ મોકલતો હતો. 2006માં નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પર થયેલા હુમલામાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત, તેણે 2001માં CRPF કેમ્પ રામપુર પરના હુમલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે 2005માં IISc બેંગ્લોર પરના હુમલાના કાવતરામાં પણ સામેલ હતો.

 

કોણ હતો અબુ સૈફુલ્લાહ ?
લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર અબુ સૈફુલ્લાહ ભારતમાં આતંકવાદી હુમલાઓ કરતો હતો. અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમે નેપાળમાં પોતાનું આતંકવાદી નેટવર્ક ફેલાવ્યું હતું અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરાં ઘડતો હતો.

સૈફુલ્લા ખાલિદ લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હતો. લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાનું કામ સોંપ્યું હતું. જે પછી, તેણે ઘણા વર્ષો સુધી નેપાળમાં એક ઠેકાણું સ્થાપ્યું અને ત્યાંથી ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરતો રહ્યો. પરંતુ જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના વિશે માહિતી મળી.

ત્યારે તે નેપાળથી ભાગી ગયો અને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. સૈફુલ્લાહ નેપાળથી વિનોદ કુમાર અને બીજા ઘણા નામોથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો.

પાકિસ્તાનમાં હુમલાખોરોએ તેને ઠાર માર્યો છે. જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના વિશે માહિતી મળી, ત્યારે તે નેપાળથી ભાગી ગયો અને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો.