વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.26-27 ગુજરાત આવી રહ્યા છે

લોગ વિચાર.કોમ

ગુજરાતમાં હવે આ સપ્તાહના અંત અને આગામી સપ્તાહના પ્રારંભે જબરી રાજકીય હિલચાલ જોવા મળશે. મુખ્યમંત્રી તા.24-25 મે ના રોજ દિલ્હી જઈ રહ્યા છે અને તા.26-27 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.19ના દિલ્હીમાં મળનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. ઓપરેશન સિંદુર બાદ દેશભરના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્ર શાસનના પ્રદેશોના લેફ. ગર્વમેન્ટ પણ આ બેઠકમાં હાજરી આપશે.

તા.25ના દિલ્હીમાં એનડીએ શાસનના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ- નાયબ મુખ્યમંત્રીઓની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરાશે. આ બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર પરત ફરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બાદમાં તા.26ના રોજ દિલ્હીથી સીધા નલીયા પહોંચે તેવી ધારણા છે. તેઓ અહી એરફોર્સ બેઝ પર સેનાના જવાનોને મળશે. શ્રી મોદી ઓપરેશન સિંદુર બાદ પંજાબના આદમપુર એરબેઝ પર ગયા હતા.

જો સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘ હાલમાંજ ભૂજના સૈન્ય મથક પર બે દિવસ રોકાયા અને કાલે સૈન્યની ત્રણેય પાંખના વડા પણ કચ્છની મુલાકાતે ગયા બાદમાં શ્રી મોદીની મુલાકાત મહત્વની ગણવામાં આવે છે.

શ્રી મોદી આશાપુરામઢ ખાતે દર્શનાર્થે જશે અને અહી લોકોને સંબોધીત કરે તેવી શકયતા છે. શ્રી મોદી બાદમા દાહોદ જશે અને ત્યાં ભારતીય રેલવેના 9000 હોર્ષ પાવરના એન્જીનના નિર્માણના ડિઝલ લોકોમેટીવ પ્લાંટ ખુલ્લો મુકશે.

શ્રી મોદી આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના છ ઉપરાંત રેલવેની અન્ય સુવિધાઓનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. શ્રી મોદીના કાર્યકાળ માટે તમામ તૈયારીઓ થઈ રહી છે.