માત્ર નવ દિવસમાં બ્લડ કેન્સરનો ઈલાજ

લોગ વિચાર.કોમ

દેશમાં કેન્સરની વધતી જતી બિમારી અને તેમાં અસાધ્ય જેવા બ્લડ કેન્સર એટલે કે રકતના કેન્સરમાં તો મોંઘા ઈલાજો બાદ પણ દર્દીને જીવિત રહેવાની શકયતા નહીવત છે. તેમાં ભારતીય તબીબોએ આ રકત કેન્સરનો કામીયાબ ઈલાજ શોધી કાઢયાનો દાવો થયો છે.

વિખ્યાત ક્રિશ્ચીયન મેડીકલ કોલેજ વેલ્લોરના તબીબોએ આઈસીએમઆરની સાથે આ સફળ કામગીરી કી છે જેને ‘વેલકારટી’ નામ અપાયું હતું અને પ્રથમ વખત કાર-ટી સેલ્સ પ્રયોગશાળામાં બનાવાયા હતા અને તેમાં 80% દર્દીઓને 15 માસ બાદ કેન્સરની મુક્તિ મળી હતી પણ આ કેન્સર ખત્મ થવામાં ફકત 15 દિવસનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

આઈસીએમઆર દિલ્હીએ આ અંગે જાહેરાત કરી છે અને કેન્સરનો ઈલાજ સસ્તો-ઝડપી અને સટીક કરી શકાય છે. ભારતમાં આ માટે સ્વદેશી બાયોથેરાપીનો ઉપયોગ કરાયો હતો. આ કેન્સરના ઈલાજના પરિણામો મોલિકયુલર થેરાપી એન્કોલોજી જર્નલમાં પણ પ્રસિદ્ધ કરાયા છે. જેમાં તબીબો છે.

કાર-ટી-થેરપીના માધ્યમથી એકયુટ લિમ્ફોપ્લાસ્ટીક લ્યુકેમિયા (એ.એલ.એલ.) અને લાર્જ બી સેલ્સ લિમ્ફોમા (એલબીસીએલ)નું પરિક્ષણ દર્દી પર કર્યુ હતું. આ બન્ને ફકત કેન્સરના પ્રકાર છે અને દર્દીમાં ટી-સેલ્સ (જે રોગપ્રતિકારક કોશિકાઓ છે) તેને કેન્સરની સામે લડવા તૈયાર કરવામાં આવી હતી.

આઈસીએમઆરના પ્રથમ ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે. જેમાં એએલએલ- કેન્સરની પ્રભાવિત તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે બીજા પ્રકારના એટલે કે એલબીસીએલ પ્રકારના કેન્સરના 50 દર્દીઓ સ્વસ્થ થયા છે અને કુલ 80% દર્દીઓ 15 માસ બાદ કેન્સર ફ્રી જાહેર કરાયા હતા. વિશ્વમાં કાર-ટી સેલ્સ જોગવાઈમાં 40 દિવસનો સમય લાગે છે પણ ભારતમાં તે ફકત 15 દિવસમાં કરાયો છે.