લોગ વિચાર.કોમ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષમાં ધરખમ વધારો થયો છે જેને કારણે પાર્કિંગની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સોમવારે નવી પાર્કિંગ પોલિસી બાબતે એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ક્ષેત્રમાં પાર્કિંગ અને ટ્રેફિકની વધી રહેલી મુશ્કેલી અને ઉકેલ બાબતે હાઈ લેવલની બેઠકમાં લાંબી કરવામાં આવી હતી.
અમે હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કિંગની જગ્યાની વ્યવસ્થા થાય એ વિશે વિચારી રહ્યા છીએ. ડેવલપમેન્ટના નિયમ મુજબ ફ્લેટની સાથે ફરજિયાત પાર્કિંગની અને જગ્યા આપવામાં આવે એ જરૂરી છે.
સંબંધિત વિભાગ દ્વારા પાર્કિંગની જગ્યા અલોટ કરવામાં આવી હોવાનું સર્ટિફિકેટ નહીં હોય તો નવી કારનું રજિસ્ટ્રેશન નહીં કરીએ. આ ઉપરાંત MMRમાં વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લાઝા બનાવવાની વિચારણા કરવામાં આવી ચર્ચા રહી છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગ હાઉસિંગ આના પર કામ કરી રહ્યો છે.’