ઇ-સિગારેટ, સુરતના ઇતિહાસમાં સૌથી મોટો જથ્‍થો કબજે

લોગ વિચાર.કોમ

ગુજરાતમાં મોટા પાયે હેલ્‍થ ર્વોનિંગ વગરની ઈ સિગાર તથા ઈ હુક્કના સુરત સહિત સાઉથ ગુજરાતમાં આ દુષણ ઝડપથી આગળ વધી રહ્યાની વિગતો બહાર આવતા હાલ રજા પર ગયેલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે ચર્ચા કરી sog ને આ દિશામાં ઉંડી તપાસ કરવા આપેલ સૂચના અંતર્ગત પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા આ અભિયાન શરૂ કરતા સુરતના ઇતિહાસનો સહુથી મોટો જથ્‍થો કબજે કરવામાં સફળતા મળી છે.

આ દરમ્‍યાન સુરત શહેર એસ.ઓ.જી. ના એ.એસ.આઈ. જલુભાઇ મગનભાઇ તથા અ.હે.કો. રામજીભાઇ મોહનભાઇ નાઓને મળેલ બાતમી આધારે, ઘર નં-૬૩ મેરૂલક્ષ્મી એપાર્ટમેટ રાંદેર સુરત પહેલા માળે ગોડાઉનમાંઙ્ઘ રેઈડ કરી આરોપી નાઝીર મો.જાવેદ શેખ ઉ.વ-૩૩ ધંધો-વેપાર રહે- ઘર નં-૬૩ મેરૂલક્ષ્મી એપાર્ટમેટ રાંદેર સુરત મુળરહે-ગામ બખરા થાણા-સરાઇમીર તા.માર્ટીનગંજ જી.આઝમગઢ (ઉત્તરપ્રદેશ)વાળાને ઝડપી પાડી તેના ગોડાઉનમાથી ગે.કા. રીતે વેચાણ કરવા રાખેલ જેમાથી અલગ અલગ ઈ-સિગારેટ ELFBAR TE6000 PUFFS, ELFBAR ICEKING, CROWN BAR AL FAKHER, ELFBAR RAYA D3 PRO, TOHA HONEY CUP કંપનીના કુલ્લે નંગ-૨૯૬ જેની કુલ કિં.રૂ.- ૧૭,૭૬,૦૦૦/- તથા હેલ્‍થ વોનશ્નગ વગરની અલગ અલગ સિગરેટ  ESSE LIGHTS તથા ESSE SPECIAL GOLD, ATLNTA FULL FLAVOUR, STATE EXPRESS, ESSE CHANGE, WIN, L&M BLUE LABLE, DEVIDOFF, MARLBORO, DUNHILL કંપનીની સિગારેટ પેકેટ નંગ- ૭૯૬૦ની કુલ્લે કિં.રૂ.૧૮,૮૨,૦૦૦/- ગણી શકાય