લોગ વિચાર.કોમ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળેલ, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ઉતરાંત તેમણે રાજસ્થાન પ્રવાસની શરૂઆત કરણી માતાના મંદિરે શિશ ઝુકાવીને કરી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર' પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત છે, આ પહેલા તેઓ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ ચૂકયા છે. આજે, પીએમ મોદી બિકાનેરના પલાનામાં ‘ઓપરેશન સિંદૂર' પછી તેમની પહેલી જાહેર સભાને સંબોધિત કરશે.
પાકિસ્તાન સરહદથી માત્ર ૧૫૦ કિમી દૂર બિકાનેરનું નાલ એરબેઝ ભારતની પヘમિી સરહદની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે. ૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય મિસાઇલોએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો નાથ કયો હતો.
જવાબમાં, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી નાલ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાના બહાદુરોએ મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બિકાનેરની આસપાસ ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ વિખરાયેલો મળી આવ્યો હતો.