લોગ વિચાર.કોમ
હાલમાં જ પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુરમાં ભારતીય દળોએ જે રીતે બહાદુરીપૂર્વક પાકિસ્તાનને બોધપાઠ આપ્યો તેમાં સૈન્યમાં ભરતી થયેલા 3 હજારથી વધુ અગ્નિવીર જવાનો પણ આ પ્રકારના યુદ્ધમાં સામેલ થઈ ગયા હતા.
આમ છેલ્લા બે વર્ષમાં ભરતી થયેલા અગ્નિવીરના જવાનોને તેમની પ્રથમ પરીક્ષા પાસ કરી લીધી છે. આ જવાનોએ તા.7 થી 10 દરમ્યાન ભારતના એરડિફેન્સ સીસ્ટમ સહિતની વ્યવસ્થાઓ સંભાળી હતી. યુદ્ધ સમયે તેની અલગ અલગ ફરજો અંગે તાલીમ લીધા બાદ તેમને કાશ્મીર સહિતની સરહદોએ તૈનાત કરવામાં આવ્યા છે.
આ અગ્નિવીર જવાનો અંતરિક્ષ નામના ભારતમાં જ તૈયાર કરાયેલા એરડિફેન્સ સીસ્ટમનું ઓપરેટીંગ કર્યું હતું અને સફળતાપૂર્વક પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડયા હતા.
એટલું જ નહી તેઓએ રડાર યુનિટનું સંચાલન કર્યુ હતું. સૈન્યમાં અગ્નિપથ યોજના અંગે ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરાઈ છે તેમાં 25 ટકાને કાયમી રીતે જોબ અપાય છે.
તેઓએ ભારતીય સૈન્યના જવાનો સાથે અનેક શસ્ત્રોનું સંચાલન કર્યુ હતું. જેમાં ખભા પરથી ફાયર કરી શકાય તેવી મિસાઈલ સીસ્ટમ ઉપરાંત મીડીયમ રેન્જના ભૂમિ પરથી હવામાં પ્રહાર કરતા મિસાઈલ અનેક રડારોનું પણ સંચાલન કર્યું હતું.