લોગ વિચાર.કોમ
સુરતમાં શિક્ષિકા એક સગીરને ભગાડી ગયા અને પછી ગર્ભવતી થયાના સમાચારોની વચ્ચે ફરી એક વાર મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના લીંબાયત વિસ્તારમાં ઊલટી ગંગા જેવી સ્થિતિ બની છે. અહીં ૧૯ વર્ષની યુવતી ૧૭ વર્ષના સગીરને ભગાડી ગઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, આ બંનેની મહારાષ્ટ્રના જલગાંવથી પકડી લેવાયા છે. આ સાથે યુવતી વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
સુરતમાં ક્રાઇમની વધતી જતી ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં એક ૧૯ વર્ષની યુવતી ૧૭ સગીરને ભગાડી ગયાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ.૨૫ હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને ૫૦ દિવસ સુધી બહાર રહ્યા હતા. આ તરફ હવે સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ ૧૯ વર્ષીય યુવતી અને ૧૭ વર્ષના સગીરને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.