શું રસીની અસર પૂરી થઈ ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે?

લોગ વિચાર.કોમ

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો ભય વધ્‍યો છે. થાઈલેન્‍ડ-સિંગાપોર જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  ભારતના આરોગ્‍ય અધિકારીઓ ઘણા રાજ્‍યોમાં કોરોનાના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે. ભલે કુલ રાષ્‍ટ્રીય સંખ્‍યા અગાઉની લહેર કરતા ઓછી હોય, ચેન્નાઈ, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં તેના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

અત્‍યાર સુધીમાં એકલા મુંબઈમાં જ કોરોનાના ૯૫ કેસ નોંધાયા છે. રાજ્‍યના આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા મુજબ, આ આヘર્યજનક છે કારણ કે જાન્‍યુઆરીથી મહારાષ્‍ટ્રમાં માત્ર ૧૦૬ કેસ નોંધાયા છે. હાલમાં ઓછામાં ઓછા ૧૬ કોરોના સંક્રમિતો હોસ્‍પિટલમાં દાખલ છે. તે જ સમયે, વધુ સંક્રમણ  અટકાવવા માટે કેટલાક દર્દીઓને KEM હોસ્‍પિટલથી સેવન હિલ્‍સ હોસ્‍પિટલમાં ટ્રાન્‍સફર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ શ્વસન સમસ્‍યાઓ અને ઈન્‍ફલ્‍યુએન્‍ઝા ધરાવતા દર્દીઓનું કોરોના પરીક્ષણ પણ શરૂ કર્યું છે.

કોરોનાવાયરસના કેસોમાં તાજેતરના વધારાનું મુખ્‍ય કારણ તેના સબવેરિયન્‍ટ્‍સની વધતી જતી સંક્રમકતા ચેપીતા અને જનસંખયામાં ધીમે ધીમે ઘટતી રોગપ્રતિકારક શક્‍તિ છે. તે જ સમયે, અડધાથી વધુ લોકો પલેલા ચેપ અને રસીકરણ દ્વારા વાયરસના સંપર્કમાં આવી ચૂકયા છે. સમય જતાં તે રોગપ્રતિકારક શક્‍તિથી રક્ષણ ઘટી રહ્યું છે.

સિંગાપોરમાં ૩ મે, ૨૦૨૫ ના રોજ સપ્તાહના અંતે કોરોના ચેપમાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. હોંગકોંગમાં પણ પોઝિટિવ પરીક્ષણોમાં ઝડપી વધારો થયો હતો, જે ૪ અઠવાડિયામાં ૬.૨૧ ટકાથી વધીને ૧૩.૬૬ ટકા થયો હતો. આ નવા પ્રકારનો ઝડપી ફેલાવો દર્શાવે છે. નિષ્‍ણાતો માને છે કે કોવિડ ચેપ વધવા પાછળના કારણો રોગપ્રતિકારક શક્‍તિમાં ઘટાડો, અગાઉના રસીકરણની ઓછી અસરકારકતા, સલામતી પ્રોટોકોલમાં છૂટછાટ અને સામાજિક સંપર્કમાં વધારો છે. ભારતમાં હાલમાં મોટાભાગના કેસ હળવા છે. અત્‍યાર સુધી, આના કારણે કોઈ મળત્‍યુ કે ICU કેસ નોંધાયા નથી