રત્નકલાકારો માટે જાહેર કરાયું રાહત પેકેજ : હર્ષ સંઘવીની જાહેરાત

લોગ વિચાર.કોમ

હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્નકલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક-શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્નકલાકારો માટે એક વર્ષ માટેની 13500 સુધીની શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રત્નકલાકારો સહાયની માગ કરી રહ્યાં હતા. .

રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર થયું છે આ  રાહત પેકેજને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, 'રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે', 'ઇલેક્ટ્રીસીટી ડ્યુટીમાં એક વર્ષની રાહત અપાઇ', એક વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ જાહેર 'રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે મફત શિક્ષણ', '13500 રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે', 'નાના ઉદ્યોગકારોને 5 લાખની લોન પર 1 વર્ષનું વ્યાજ માફ', 'રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્નકલાકારોને લાભ મળશે

રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રત્નકલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી  સરકાર ભરશે. 3 વર્ષથી કામ કરનાર રત્નકલાકારોના બાળકોની ફી સરકાર ભરશે. મહત્તમ 13,500 સુધીની રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી સરકાર ભરશે. જ્યારે નાના ઉદ્યોગકારોની 5 લાખ સુધીની લોનનું વ્યાજ  સરકાર ભરશે. જેમનું વીજ વપરાશ 25 ટકા ઘટ્યો હોય તે નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે.