ગુચ્‍છી સબ્‍જી 7 હજાર કિલોના ભાવે વેચાઈ રહી છે! તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે

લોગ વિચાર.કોમ

હિમાચલના પર્વતીય વિસ્‍તારમાં મળતી આ ખાસ અને ખૂબ જ કિંમતી સબ્‍જીનું નામ ગુચ્‍છી છે. આ કોઈ સામાન્‍ય શાક સબ્‍જી નથી, પરંતુ પ્રાકળતિક રીતે ઉગતા મશરૂમની એક દુર્લભ જાત છે, જેને ખૂબ જ પૌષ્ટિક અને ઔષિધીય ગુણોતી ભરપૂર માનવામાં આવે છે. પર્વતોમાં રહેતા લોકો તેને સોના સમાન માને છે. તેનો બજાર ભાવ હજારોમાં હોય છે.

ગુચ્‍છી કોઈ સામાન્‍ય ખેતરોમાં ઉગાડવામાં આવતો પાક નથી. તે કુદરતી રીતે માત્ર ખાસ પર્વતીય જગ્‍યાઓ પર ઉગે છે અને તેની કોઈ પ્રકારની ખેતી નથી થતી. કુલ્લુના વેપારી વિવેક સૂદ જણાવે છે કે, આ વર્ષના હવામાને સંપૂર્ણ રીતે ગુચ્‍છીના ઉત્‍પાદનને બગાડી નાખ્‍યુ છે. જ્‍યાં પહેલા પર્વતોમાંથી ટનના હિસાબે ગુચ્‍છી ભેગી થતી હતી. જ્‍યારે આ વર્ષે આખા હિમાચલમાં માત્ર ૨૦૦થી ૩૦૦ કિલો ગુચ્‍છી જ મળી શકે છે. એટલે કે ગત વખતની તુલનામાં એક ટકા પણ નથી.

માર્ચ અને એપ્રિલના મહિના સામાન્‍ય રીતે ગુચ્‍છી ઉગવા માટે યોગ્‍ય સમય હોય છે. પરંતુ આ વખતે કયારેક અચાનક બરફ પડ્‍યો, તો કયારેક ભારે ગરમી પડી ગઈ. આ બદલાવને કારણે ગુચ્‍છીને ઉગવા માટે યોગ્‍ય વાતાવરણ જ મળ્‍યું નથી. પરિણામે, જે લોકો પહેલા ગુચ્‍છી વેચીને સારી કમાણી કરતા હતા, તેમને આ વખતે ખાલી હાથ રહેવું પડ્‍યું.

ગુચ્‍છી માત્ર હિમાચલમાં જ નહીં, પરંતુ દેશ અને વિદેશમાં પણ જાણીતી છે. પહેલા તેની કિંમત ૧૬ હજાર રૂપિયા -તિ કિલો સુધી પહોંચી જતી હતી, પરંતુ હવે તેની સપ્‍લાય ઓછા થવા અને ચાઇના માં પોલીહાઉસ ટેકનિકથી તેની ખેતી થવાને કારણે અસર પડી છે. હાલ તેની કિંમત ૬ થી ૭ હજાર રૂપિયા -તિ કિલો આસપાસ ચાલી રહી છે.

ગુચ્‍છી સામાન્‍ય રીતે ફાઇવ સ્‍ટાર હોટલ, હાઇ-ોફાઇલ રેસ્‍ટોરન્‍ટ અને વિદેશોમાં મોકલવામાં આવે છે. તેની ગણતરી સૌથી મોંઘી શાકભાજીમાં થાય છે. દિલ્‍હી, મુંબઈ જેવા મોટા શહેરોના સુપરમાર્કેટમાં તેની કિંમત આજે પણ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી રહે છે.

ગુચ્‍છીમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. તે શરીરની રોગઁપ્રતિકારક ક્ષમતા વધારવા, હૃદયની તંદુરસ્‍તી સુધારવા અને કેન્‍સર જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે આ મોંઘી શાકભાજીની એટલી ડિમાન્‍ડ રહે છે.