સુરતના 14 વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા

લોગ વિચાર.કોમ

વિશ્વભરમાં ડાયમંડ નગરી તરીકે જાણીતા સુરતના ૧૪ જેટલા હીરાના વેપારીઓના કરોડો રૂપિયાના હીરા દલાલ તરીકે વેચાણ કરવાના નામે લઈ ગયા પછી તે પચાવી પાડવાના ગુજરાતભરમાં વાયરલ બનેલ ઘટનામાં અંતે સુરત આર્થિક ગુન્‍હા નિવારણ શાખાના મદદનીશ પોલીસ કમિશનર ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમ પોહચી ગયેલ છે. અને હાલ સુરત એવા મૂળ ભાવનગરના હીરા દલાલ એવા રવિભાઇ વઘાસિયા અને જોનીભાઈ તરીકે ઓળખાતા શખ્‍સને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અત્રે એ યાદ રહે કે ઉકત ઘટના બાદ ડાયમંડ વેપારીઓ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો કોન્‍ટેક્‍ટ કરી તેમની પાસે આરોપીઓ તાકીદે પકડાય તેવો પ્રબંધ કરવા મદદ માગેલ. અત્રે એ યાદ રહે કે આ અગાઉ પણ પોલીસ કમિશનર દ્વારા અંગે રસ દાખવી ૨૧ જેટલા હીરાના વેપારીઓને કરોડોનું બુચ પ્રિપ્‍લાનિંગ દ્વારા મારનાર આરોપીઓને પકડવા ઉંડો રસ દાખવેલ . સાથોસાથ બનાવની ગંભીરતા સમજી આ ઘટનાનું સુકાન કાર્યદક્ષ ACP ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમને સુપ્રત કરવાનો જે નિર્ણય કરેલ તે યથાર્થ ઠરતા આ મામલાની તપાસનું સુકાન પોતાના સુપરવિઝન હેઠળ ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક સાબિત થયેલ.

પો.કમિ.શ્રી સુરત શહેરનાઓ તરફથી મળેલ સૂચના મુજબ તાત્‍કાલીક અસરથી ફરીયાદી શ્રી આકાશ અશોકભાઇ સંઘવી રહેવાસી - ઘર નં.૯૦૪, ફાલ્‍કન એવેન્‍યુ, જાની ફરસાણની પાછળ, સીટી લાઇટ, સુરત નાઓની આરોપીઓ (૧) દલાલ રવીભાઇ ગણેશભાઇ વઘાસીયા રહે.ઘર નં.બી૫૬, રાજાનંદ સોસાયટી રાશી સર્કલ, કતારગામ સુરત (ર) સાંઇ ડાયમંડના વેપારી જોનીભાઇ જેના પૂરા નામ ઠામ જણાયેલ નથી રહે. દિલ્‍હી તથા તપાસમાં નીકળે તેઓ વિરૂધ્‍ધમાં ફરીયાદ લખી લઇ ડી.સી.બી. પો.સ્‍ટે. એ પાર્ટ નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૭૭/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા કલમ - ૩૧૬(પી), ૬૧(ર), ૩(પ) મુજબનો ગુનો તા.૧૭-૫-૨૦૨૫ના રોજ દાખલ કરવામાં આવેલ અને સદર ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયાને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં સદર ગુન્‍હાની તપાસ ઇકો સેલમાં પોલીસ ઇન્‍સપેકટર કે.વી.બારીયાનાઓ કરી રહેલ છે.