ટાઇગર-જાન્હવીની જોડી પહેલી વાર પડદા પર જોવા મળશે

લોગ વિચાર.કોમ

ગુડ ન્યૂઝ અને જુગ જુગ જીયો જેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક રાજ મહેતા હવે ફરી કરણ જોહર સાથે કામ કરવા જઇ રહ્યાં છે. અહેવાલ છે કે તે એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યો છે, જેનું નામ ’લગ જા ગલે’ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે ટાઈગર અને જ્હાન્વી એક સાથે સ્ક્રીન શેર કરશે. સાથે જ કરણ જોહરે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફાઇનલ કરી દીધી છે. સૂત્રની વાત સાચી માનીએ તો, રાજ મહેતાની આ ફિલ્મ રિવેન્જ ડ્રામા છે, જેમાં ટાઇગર શ્રોફ અને જ્હાન્વી કપૂરને કાસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

હાલ આ ફિલ્મની સ્ક્રીપ્ટ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂરી થઇ જશે. સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે ટાઇગર અને જ્હાન્વીને પણ ફિલ્મની સ્ટોરી પસંદ આવી છે.

જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કશું જ કહેવામાં આવ્યું નથી. સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે જો ટાઇગરની ફિલ્મ હોય તો લવ સ્ટોરીની સાથે સાથે તેમાં જબરદસ્ત એક્શન પણ જોવા મળશે.