લોગ વિચાર.કોમ
દુનિયાના અનેક દેશોમાં તમાકુની લતથી છુટકારો મેળવવા માટે ચેતવણીવાળા લેબલ, બાનથી માંડીને સખ્ત કાયદાઓ પણ લાગુ છે. તેમ છતા દર વર્ષે લાખો લોકોના જીવ તમાકુથી જાય છે.
ગ્લોબલ એડલ્ટ ટોબેકો, સર્વે અનુસાર, ભારતમાં 42 ટકા પુરૂષ અને 14 ટકા મહિલાઓ તમાકુનો ઉપયોગ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ભારતમાં 15 વર્ષથી વધુ વયના 26 કરોડ લોકો જુદી જુદી રીતે તમાકુનો ઉપયોગ કરે છે. દેશમાં તમાકુના કારણે દર વર્ષે 13 લાખથી વધુ લોકોના મોત થયા છે.
સંગઠન અનુસાર દુનિયાભરમાં 5 ટ્રીલીયનથી વધુ સિગારેટનો વપરાશ થાય છે.આ સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. એટલસ મુજબ દુનિયાભરમાં દર વર્ષે 66 લાખ ટન તમાકુનું ઉત્પાદન થાય છે. ચીન અને ભારત વિશ્વના કુલ 50 ટકાથી વધુ તમાકુનુ ઉત્પાદન કરે છે.
‘ધી લાન્સેટ’ પરિષદ હેલ્થમાં પ્રકાશિત અધ્યયન મુજબ જો 2050 સુધીમાં ધુમ્રપાનનો દર 5 ટકા રહી જાય તો પુરૂષોની અપેક્ષા એક વર્ષ અને મહિલાઓની 0.2 વર્ષ સુધી વધી શકે છે.
નેશનલ લાયબ્રેરી ઓફ મેડીસીનનાં અનુસાર તમાકુથી કેન્સર ઉપરાંત પ્રજનન સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.