લોગ વિચાર :
બિહારમાં પુલો ધસી પડવાના બનાવો અટકતા નથી. છેલ્લા 10 દિવસોમાં પાંચ પુલ તુટી પડયા છે તેમાંથી ત્રણ ચાલુ કામે અને બે ટુંકાગાળામાં બનીને તુટી ગયા છે. બિહારમાં ત્રણેક દાયકાથી આવું બની રહ્યું છે. ગત વર્ષે ભાગલપુરમાં ગંગા નદી પર બનતો ત્રણ કી.મી. લાંબો પુલ ધસી પડયો હતો.
વિપક્ષી નેતા તેજસ્વી યાદવે 10 દિવસમાં ચાર પુલ તુટી જતા ‘સારૂ થયું કે 10 દિવસમાં 10 પુલ ન પડયા એવી ટીપ્પણી કરી છે. આવા બનાવોમાં સસ્પેન્શન અને તપાસ સમિતિ સિવાય કોઈ કાર્યવાહી થતી નથી. મધુબનીમાં ધસી પડેલો પુલ ત્રણ કરોડના ખર્ચે બનતો હતો.