નવી પેઢી ઓનલાઈન ટ્રેન્ડ જોઈને ખરીદી કરે છે

ઈન્ટરનેટ - ડિજિટલ ઉપકરણો વડે ઉછરેલી પેઢી પર અસર

લોગ વિચાર :

જયાં જૂની પેઢીના લોકો પોતાની પસંદની ચીજો ખરીદવા માટે ડિપાર્ટમેન્ટ સ્ટોર કે શોપીંગ મોલના ચકકર લગાવતા હતા ત્યારે નવી પેઢી ઈન્કલુએન્સર અને ઓનલાઈન સર્ચ પર વધુ જોર આપે છે. હાલના અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

અધ્યયન અનુસાર એશિયા પેસીફીકની જેન જેડ (દુનિયામાં ડિઝીટલ ડિવાઈસની સાથે મોટી થનારી પ્રથમ પેઢી ‘જેન જેડ’ છે. 1997થી 2012 દરમિયાન જન્મેલા આનો ભાગ છે.)ની પહેલી પસંદ ઈન્ફલુએન્સરથી પ્રભાવિત થાય છે. તેઓ તેની જેમ કપડાં, હેરસ્ટાઈલ વગેરેની પણ નકલ કરે છે.

કેપીએમજીના નવા રિપોર્ટ દર્શાવાયુ છે કે, આ પ્રકારનું ચલણ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ આવવાથી વધ્યા છે, જયાં ઈન્ફલુએન્સરની સલાહ મહત્વની ભૂમિકા નિભાવે છે. વિભિન્ન દેશોના 14 બજારો પર કરવામાં આવેલ સર્વેના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત 7000થી વધુ યુઝરનો સર્વે કરાયો હતો.

ભારત પર પણ અસર
ડીઝીટલ યુગમાં જન્મેલા અને મોટા થવાના કારણે આજની યુવા પેઢી સટ્ટો લગાવવા, જોખમનું આકલન કરવા અને બજેટ બનાવવા માટે ટેકનિક પર નિર્ભર રહે છે. હાલના એક રિપોર્ટ અનુસાર તે મોબાઈલ એપના માધ્યમથી રોકાણ કરે છે.

સ્ટોરમાં ખરીદી કરનાર નવી પેઢી (ટકાવારીમાં)
જાપાન-45, ઓસ્ટ્રેલિયા-38, ન્યુઝીલેન્ડ-34, તાઈવાન-30, મલેશિયા-27, થાઈલેન્ડ-24, ફિલીપીન-22, સિંગાપોર-21, દક્ષિણ કોરિયા-21, ભારત-19, વિયેટનામ-15, ઈન્ડોનેશિયા-13, ચીન-12 ટકાનો સમાવેશ થાય છે.