ટીપુ સુલતાન નામનો ગધેડો ઘી, દૂધ અને ખજૂર ખાય છે

લોગવિચાર :

બારાબંકીમાં દેવાનો મેળો શરૂ થઈ ગયો છે, પરંતુ તે પહેલા મેળામાં ઘોડા અને ગધેડા માટે બજારો લગાવવામાં આવી છે. ગધેડા અને ઘોડાની ખરીદી અને વેચાણ કરવા માટે ઘણા રાજયોમાંથી વેપારીઓ અહીં પહોંચ્‍યા છે.

બધાની નજર બજારમાં એક ગધેડા પર ટકેલી છે, જેનું નામ છે ટીપુ સુલતાન. આ ગધેડો પણ બહુ બુદ્ધિશાળી છે, સિગ્નલ મળતાં જ બોલવા લાગે છે! જેને જોવા લોકોની ભારે ભીડ જામી છે. વાસ્‍તવમાં ગધેડાની આ ખાસ જાતિ સમગ્ર મેળામાં ચર્ચાનું કેન્‍દ્ર બની રહે છે.

જો આ ગધેડાની વિશેષતા વિશે વાત કરીએ તો આખા રાજયમાં આવા ગધેડા થોડા જ છે. તેનો દૈનિક આહાર ૧ કિલો ખજૂર, ૨ કિલો દૂધ, ગોળ, ચણા અને ઘી છે. સમગ્ર મેળામાં આ એકમાત્ર ગધેડો છે જે લોકોના આકર્ષણનું કારણ રહે છે. મોહમ્‍મદ નસીમ દેવા પોતાના ગધેડા સાથે યુપીના કન્નૌજથી આવ્‍યા હતા.

તેમણે જણાવ્‍યું કે ‘મારી પાસે ટીપુ નામનો ગધેડો છે, જે ખાવા-પીવાનો ખૂબ શોખીન છે. તેનો ખોરાક ખર્ચાળ છે! તે દિવસે ભોજન માટે ચણા, દૂધ અને ઘી પણ ખાય છે. આ ઉપરાંત તે ખજૂર પણ ખાય છે અને તેના બચ્‍ચાં પણ સારા ભાવે વેચાય છે.

તે આ ગધેડો વેચશે નહીં, તે વેચવા માટે લાવ્‍યો નથી. કેટલાક ૫ લાખ આપે છે, કેટલાક ૨ લાખ આપે છે, પરંતુ તે વેચશે નહીં કારણ કે આ ગધેડો ૫ લાખમાં બચ્‍ચાં સાથે હરિયાણાથી લાવવામાં આવ્‍યો હતો. તેની માતા ઇટાલીની હતી. આ જાતિના ગધેડા મોટાભાગે લશ્‍કરી લોકો દ્વારા લેવામાં આવે છે.