Technique update: વોટ્સએપમાંથી બલ્ક મેસેજ ડિલીટ કરી શકાશે

લોગવિચાર :

વોટ્સએપ પરના તમામ મેસેજ વાંચવા યુઝર માટે સરળ નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, મેટા-માલિકીની મેસેજિંગ એપ માર્ક એઝ રીડ નામના ફીચર પર કામ કરી રહી છે.

આનો ઉપયોગ કરીને તમે એક જ ક્લિકમાં વાંચ્યા વગરના સંદેશાઓને ડિલીટ કરી શકાશે. માર્ક ઓલ એઝ રીડ સુવિધા ઉપલબ્ધ થયા પછી, ચેટ્સ ટેબમાં મેનૂ પર ક્લિક કરીને આ વિકલ્પ ઉપલબ્ધ થશે.

iPhone 16 Pro  મોડલમાં મોટી સ્ક્રીન હશે
Appleએ iPhone 16 સિરીઝના લોન્ચ શેડ્યૂલ વિશે માહિતી આપી હતી. કંપનીએ આ ઈવેન્ટને ’ઈટ્સ ગ્લોટાઈમ’ નામ આપ્યું છે જેનું આયોજન 9 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

iPhone 16 સિરીઝમાં ચાર મોડલ સામેલ હશે, જેને iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max  નામ આપવામાં આવશે. એરપોડ્સ 4 અને વોચ સિરીઝ 10 પણ ઇવેન્ટમાં લોન્ચ થવાની સંભાવના છે.

જીમેલનો જવાબ સરળ બનાવ્યો
કંપની એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી સુવિધાઓ રજૂ કરી રહી છે. ગૂગલ વર્કસ્પેસ વેબપેજના લેટેસ્ટ બ્લોગમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ અનુસાર, યુઝર્સ તેમના એન્ડ્રોઇડ ડિવાઇસ પર સરળતાથી જીમેલનો જવાબ આપી શકશે, આ માટે તેમને નવી સ્ક્રીન ખોલવાની જરૂર રહેશે નહીં. તમારે વાતચીત મેઇલના તળિયે હાજર સુવિધાનો ઉપયોગ કરવો પડશે, જેથી ત્વરિત જવાબો મોકલી શકાશે.

યુટ્યુબએ તેની યોજનાઓ મોંઘી કરી 
યુટ્યુબ એ ગૂગલ ની વિડિઓ સ્ટ્રીમિંગ સેવા છે. યુટ્યુબ કંપનીએ ભારતમાં તેના પ્રીમિયમ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આ વધારો લગભગ 58% કરવામાં આવ્યો છે.

યુટ્યુબ ગ્રાહકોને કહી રહ્યું છે કે, સબ્સ્ક્રિપ્શન ચાલુ રાખવા માટે તેમણે નવી કિંમતો ચૂકવવી પડશે. માસિક સ્ટુડન્ટ પ્લાનમાં લગભગ 12.6%નો વધારો થયો છે, ત્યારબાદ તે 79 રૂપિયાથી લઈને 89 રૂપિયા સુધી ઉપલબ્ધ થશે, આ સિવાય વ્યક્તિગત પ્લાનમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.