લોગવિચાર :
આયુષ્માન ભારત યોજનાને છ વર્ષ પૂર્ણ થયાં છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 35.36 કરોડ લોકોને કાર્ડ આપવામાં આવ્યાં હતાં. વધુમાં વધુ 49 ટકા કાર્ડ મહિલાઓને આપવામાં આવ્યાં હતાં.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાના જણાવ્યાં અનુસાર, 70 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યાં હતાં. તેમનાં માટે ટૂંક સમયમાં જ કાર્ડ બનાવવાનું શરૂ થશે. આ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પછી, ટૂંક સમયમાં જ આધાર દ્વારા નોંધણી પણ શરૂ કરવામાં આવશે.
આ સ્કીમ હેઠળ ઘણાં રાજ્યોમાં કવરેજમાં વધારો થયો છે, હાલમાં 70 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને 5 લાખ સુધીનું કવરેજ આપવામાં આવે છે તેથી, જે પરિવારો પહેલેથી જ આવરી લેવામાં આવ્યાં છે, તેમનાં માટે કવરેજની રકમ દસ લાખ સુધી પહોંચી ગઈ છે. ઘણાં રાજ્યોએ કવરેજની રકમમાં પણ વધારો કર્યો છે.
આ યોજનામાં 12.37 કરોડ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 7.79 કરોડ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં , જેમાંથી 3.61 કરોડ મહિલાઓ હતી.
આયુષ્યમાન યોજના હેઠળ આ રોગોની સારવાર થાય છે
આ યોજનામાં 949 પ્રકારના રોગોની સારવાર કરી આપવામાં આવે છે, જેમાં 27 વિશેષ રોગોની સારવારનો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ સૌથી વધુ કેન્સર, કિડનીની બિમારી અને હૃદય રોગનાં કેસોનો સમાવેશ થાય છે.