લોગવિચાર :
ટાઈપ વન ડાયાબીટીસનાં શિકાર બાળકો અને બુઝુર્ગ થઈ જાય છે અને તેમાં અનેકને પુરી જીંદગી ઈન્સ્યુલિન પર નિર્ભર રહેવુ પડે છે.હવે રાહતની વાત એ છે કે તેમને આવનારા દિવસોમાં ઈુસ્યુલીનથી છૂટકારો મળી શકે છે.
ચીનના વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં દાવો કર્યો છે કે સેલ ટ્રાન્સપ્લાંટથી ટાઈપ વન ડાયાબીટીસનાં એક દર્દીને ઠીક કરવામાં સફળતા મળી છે જે ભવિષ્યમાં ટાઈપ વનના બધા દર્દીઓને ઈુસ્યુલીનથી છૂટકારો આપી શકે છે. ભારતીય ડોકટરો પણ આ સ્ટડીને ભવિષ્યની એક આશા માને છે.
ટાઈપ-1 ડાયાબીટીસ
કુલ ડાયાબીટીસનાં દર્દીઓમાં 10 ટકા ટાઈપ વનના હોય છે. બોડીમાં પેન કિયાસનાં બીટા સેલ સામે જયારે એન્ટી બોડીઝ બની જાય છે તો ઈુસ્યુલીન નથી બનતુ.
આથી બાળકો અચાનક બિમાર પડી જાય છે તેમનું સુગર લેવલ વધી જાય છે. જયારે તપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે તે ટાઈપ 1 ડાયાબીટીસનો દર્દી છે.એટલે તેને આજીવન ઈુસ્યુલીન લેવુ પડે છે.
ટાઈપ-2 ડાયાબીટીસ
90 ટકા લોકો ટાઈપ ટુ ડાયાબીટીસનાં દર્દી હોય છે. તેનુ કારણ જીનેટીક હોય છે. આમાં પેન્કીયાસ ઈુસ્યુલીન ઓછુ બનાવે છે. આવા લોકોને મોટી ઉંમરે બિમારીનો સામનો કરવો પડે છે. તેને કન્ટ્રોલ કરવા માટે ડાયેટ, એકસરસાઈઝ અને દવાની સલાહ અપાય છે.
સ્ટડીઝ અને દાવો
ચીનનાં વૈજ્ઞાનિકોએ ટાઈપ-1 ની 25 વર્ષની મહિલામાં સેલ ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. 30 મીનીટની પ્રોસેસ બાદ આગામી અઢી મહિના બાદ મહિલાનું શુગર લેવલ સ્વાભાવીક રીતે કન્ટ્રોલ થવા લાગ્યુ હતું. મહિલાને એક વર્ષ સુધી ફોલોઅપ કરાયું જેમાં જોવા મળ્યુ કે ઈુસ્યુલીન વિના તેનું સુગર લેવલ કન્ટ્રોલમાં હતું.
આ રીતે થયો અભ્યાસ
જાણીતા ડાયાબીટીસ એકસપર્ટ ડો.એ.કે.ઝીગને જણાવ્યું હતું કે આ પ્રોસેસમાં વૈજ્ઞાનિકોએ કેમીકલનો પ્રયોગ કરીને લેબમાં પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.યુરીપોટેન્ટ સ્ટેમ સેલમાં બદલીને સીઆઈપીએસબી આઈલેટનાં રૂપમાં ઉપયોગ કર્યો તેના માટે દર્દીનાં ટીસ્યુ સેલને કાઢીને ફરીથી પ્રોગ્રામ કર્યો અને તેને સ્ટેમ સેલ્સમાં બદલીને ડાન્સ પ્લાન્ટ કરી દેવાયા હતા.