લોગ વિચાર :
મધ્ય પ્રદેશના દેવાસમાં એક મોટું ર્હોડિંગ લાગ્યું હતું જેમાં લખ્યું હતું, ‘હમારે પ્યારે, વફાદાર, ખૂંખાર લુડોભાઈ કો જન્મદિન કી લાખ લાખ બધાઈ.'
આ લુડોભાઈ છે ગલીઓમાં ફરતો એક દેશી કૂતરો. ર્હોડિંગ પર એના ફોટો લગાડવામાં આવ્યા હતા અને નીચે એક સંદેશ લખવામાં આવ્યો હતો, ‘પોતાના ભારતીય હોવા પર ગર્વ કરો અને દેશી કૂતરાઓને દત્તક લો.'
એક ઉત્સાહી યુવાનોના ગ્રુપે ગલીમાં રખડતા કૂતરાને લુડો નામ આપ્યું અને તેમણે લુડોના જન્મદિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરી હતી. લુડોને ફૂલોથી વધાવી, પીળાં ગલગોટાનાં ફૂલનો હાર પહેરાવી રાજાની જેમ જીપના બોનેટ પર બેસાડીને રસ્તા પર ફેરવવામાં આવ્યો હતો. ‘હેપી બર્થ-ડે લુડો' લખેલી ચોકલેટ-કેક કાપવામાં આવી હતી. કેક કટિંગ કરી ફટાકડા ફોડી ધામધૂમથી ગલીઓમાં ઓપન જીપમાં ફેરવીને એનો જન્મદિન ઊજવવામાં આવ્યો હતો. ગલીના એક કૂતરા પરનો પ્રેમ અને એના જન્મદિનની ઉજવણીનો વિડિયો સોશ્યલ મીડિયા પર બધાને ગમી રહ્યો છે. આ ઘટના થોડી જૂની લાગે છે, પણ વિડિયો હમણાં વાઇરલ થયો છે.