ભારતીયોની આવકનો ત્રીજો ભાગ હપ્તા ભરવામાં જાય છે

લોગ વિચાર :

ભારતીય તેની આવકનો 33 ટકાથી વધુ ભાગ લોનના હપ્તા ચુકવવામાં ખર્ચ કરે છે. પીડબલ્યુસી અને પરફિયોસનાં એક નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે. અધ્યયન કરનારાઓનો દાવો છે કે તેમણે 30 લાખથી વધુ ટેકનિકથી નાણાકીય લેવડ દેવડ કરનારા ગ્રાહકોનાં ખર્ચ વ્યવહારનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ હાંસલ કર્યો છે.

હાઉ ઈન્ડિયા સ્પેન્ડ એટલે કે ભારત કેવી રીતે ખર્ચ કરે છે. નામનો રિપોર્ટ કહે છે કે લોનના હપ્તાનું પેમેન્ટ કરનારા લોકોની ભાગીદારી ઉચ્ચ મધ્યમ સ્તરની આવકવાળાઓમાં સૌથી વધુ છે.જયારે પ્રવેશ સ્તરની આવક વાળાઓમાં સૌથી ઓછી ભાગીદારી છે.

આ ઉપરાંત ઓછી આવકવાળા વર્ગના લોકો અનૌપચારીક સ્ત્રોતો જેવા કે દોસ્તો પરિવાર કે લોનવાળી અનરજીસ્ટર્ડ કંપનીઓ પાસેથી વધુ લોન લે છે.
મોટાભાગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવાર પોતાની આવકનો 39 ટકા ભાગ અનિવાર્ય ખર્ચ (જેમ કે લોનના હપ્તા) 32 ટકા જરૂરીયાતો અને 29 ટકા વૈકલ્પિક વ્યય પર ખર્ચ કરી રહ્યા છે.

આવકના સ્તરથી બદલી રહી છે જરૂરીયાતો
ઉચ્ચ આવક ધરાવતા વર્ગનાં લોકો સહજ સુલભ લોનના કારણે સારી જીવનશૈલી વાહન ખરીદવા રજાઓમાં ફરવા જવું, સેર સપાટા કે સામાન ખરીદવામાં રૂચી રાખી રહ્યા છે.ઓછા પગારવાળા લોકો પોતાની આવકનો મોટાભાગનો હિસ્સો જરૂરીયાતોને પુરી કરવા કે લોન ચુકવવામાં લગાવી રહ્યો છે.

અધ્યયનનું વ્યાપક ક્ષેત્ર
લોન લેનારાઓમાં એવા લોકો સામેલ છે જે મુખ્યત્વે ફિનોક એમબીએફસી અને ડીઝીટલ પંચનો ઉપયોગ કરે છે. આ લોકો ટીયર-3 થી માંડીને મેટ્રો શહેરમાં રહેનારા છે અને તેમનું આવકનું સ્તર 20 હજાર રૂપિયા દર મહિનેથી 1 લાખ રૂપિયા દર મહિને છે.

ચિંતાજનક આંકડા: આરબીઆઈના અનુસાર વધતા વપરાશ છતાં પણ ભારતની ઘરેલુ બચત પાંચ વર્ષનાં નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. નાણાકીય સંપતિઓમાં આ ઘટાડો વ્યકિતગત લોનમાં ઉછાળાની સાથે મેળ ખાય છે. જે સપ્ટેમ્બર 2024 સુધી વર્ષોવર્ષ 13.7 ટકા વધીને 55.3 ખર્ચ થઈ ગયા.