વહાલી ભેંસ માટે ત્રણ કિલો સોનાની ચેઈન બનાવવામાં આવી

લોગવિચાર :

હૈદરાબાદમાં લડ્ડુ યાદવ નામના એક ભાઈએ પોતાની માનીતી ભેંસ માટે ત્રણ કિલોની સોનાની ચેઈન બનાવડાવી હતી. આ ચેઈન સાંકળ જેટલી મોટી હતી.

લડ્ડુ યાદવ જયારે ભેંસને આ ચેઈન પહેરાવતા હતા ત્યારે ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો જોઈને અનેક લોકોએ કમેન્ટ કરી હતી. ‘કિસ્મત હોય તો આ ભેંસ જેવી’