લેબોરેટરીમાં બનાવેલ હળદર જેવો પાવડર હવામાંથી કાર્બનને શોષી લેશે

લોગવિચાર :

દુનિયાભરના વૈજ્ઞાનિકો પર્યાવરણ સંકટના નિવારણમાં લાગ્યા છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં હળદર જેવો પાઉડર બનાવ્યો છે, જે કાર્બનને શોષીને પર્યાવરણને ચોખ્ખું કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

મુખ્ય સંશોધક ઓમર યાધીનું કહેવું છે કે,- ખાસ બાબત એ છે કે કાર્બન શોષનાર આ પાવડરથી કોઈને નુકસાન નહીં થાય. વૈજ્ઞાનિકોએ પાઉડરને કોવાલેન્ટ ઓર્ગેનિક નામ આપ્યું છે જે મજબૂત કેમીકલ બોન્ડમાંથી બન્યું છે. તેની મદદથી આ પાવડર હવામાં મોજૂદ દૂષિત કણોને શોષી લે છે.

દાયકાઓની મહેનત બાદ વૈજ્ઞાનિકોને આ સફળતા મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પાઉડરનો ઉપયોગ ઔદ્યોગીક ક્ષેત્રો જેવા કે વીજળી યંત્રોથી થઈ રહેલા પ્રદુષણને રોકવામાં મદદ મળી શકે છે.

પાઉડર ઉત્પાદન પર કામ: વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ પાઉડર બે કલાકમાં હવામાં હાજર 80 ટકા સુધી કાર્બન શોષી લેવાની ક્ષમતા રાખે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યની જરૂરિયાતોને જોતા તેના ઉત્પાદન પર ઝડપથી કામ થઈ રહ્યું છે.