શાહરૂખની આગામી ફિલ્મ 'કિંગ'માં વિલન તરીકે અભિષેકની પસંદગી

લોગ વિચાર :

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એ ફિલ્મમાં અભિષેક નેગેટીવ રોલમાં દેખાવાનો છે. તેનો રોલ વિશે એટલું જાણવા મળ્યું છે કે તેનું પાત્ર સોફિસ્ટીકેટેડ અને કોમ્પ્લેકસ રહેશે એથી અભિષેકનો તદ્દન નવો અવતાર ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મનું શુટીંગ આ વર્ષે ઓકટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ 2025 અથવા 2026માં રીલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખની દિકરી સુહાના ખાન પણ જોવા મળશે.

આ ફિલ્મનો કો-પ્રોડયુસર શાહરૂખ છે. ફિલ્મનું પ્રી-પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે. શાહરૂખ અને અભિષેકે અગાઉ ‘કભી અલવિદા ના કહના’ અને હેપી ન્યુ યરમાં સાથે કામ કર્યુ હતું.