લોગવિચાર :
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં તાત્કાલિક સારવાર પૂરી પાડવાને માટે પ્રયોગ રૂપે છ રાજ્યોમાં (આસામ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ અને પોંડીચેરી) ચલાવવામાં આવી રહેલી મફત સારવાર યોજના, હવે નવા વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ યોજના આ મહિનાથી જ શરૂ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનાર ૬૦ ટકા યુવા, જેમાં ૧૮ થી ૩૪ વર્ષના હોય છે. આ વર્ષમા અત્યાર સુધી ૧.૭૮ લાખ લોકોના મૃત્યુ થયા છે. જેમાં હેલ્મેટ નહિ પહેરેલી હોવાની સંખ્યા ૩૦,૦૦૦ ની છે