લોગ વિચાર :
હૈદરાબાદ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અને અભિનેતા અમન પ્રીત સિંહની ધરપકડ કરી છે. સાઈબરાબાદ પોલીસના અધિકારક્ષેત્ર હેઠળ નાર્કોટિકસ બ્યુરો અને રાજેન્દ્ર નગર એસઓટી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની ચર્ચા કરવા માટે પોલીસે સોમવારે હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોલીસે તેની પાસેથી 199 ગ્રામ કોકેઈન પણ જપ્ત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ કેસના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અમનનું નામ એવા 13 લોકોની યાદીમાં આવ્યું છે કે જેમણે ડ્રગ્સનું સેવન કર્યું હતું અને એ માટેના ટેસ્ટમાં તે પોઝીટીવ આવ્યો હતો.
પોલીસે પુષ્ટિ કરી હતી કે ટુંક સમયમાં તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તપાસ પછી જ કહી શકાશે કે અમન કોની સાથે સંબંધ ધરાવે છે. હવે અમારે એ તપાસ કરવાની રહે છે કે અનાને આરોપીઓ સાથે કયારથી સંબંધો છે, જેમાં કેટલાક ભારતીયો અને નાઈજીરિયનો પણ સામેલ છે.લોગ વિચાર :
હૈદરાબાદ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અને અભિનેતા અમન પ્રીત સિંહની ધરપકડ કરી છે. સાઈબરાબાદ પોલીસના અધિકારક્ષેત્ર હેઠળ નાર્કોટિકસ બ્યુરો અને રાજેન્દ્ર નગર એસઓટી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની ચર્ચા કરવા માટે પોલીસે સોમવારે હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોલીસે તેની પાસેથી 199 ગ્રામ કોકેઈન પણ જપ્ત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ કેસના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અમનનું નામ એવા 13 લોકોની યાદીમાં આવ્યું છે કે જેમણે ડ્રગ્સનું સેવન કર્યું હતું અને એ માટેના ટેસ્ટમાં તે પોઝીટીવ આવ્યો હતો.
પોલીસે પુષ્ટિ કરી હતી કે ટુંક સમયમાં તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તપાસ પછી જ કહી શકાશે કે અમન કોની સાથે સંબંધ ધરાવે છે. હવે અમારે એ તપાસ કરવાની રહે છે કે અનાને આરોપીઓ સાથે કયારથી સંબંધો છે, જેમાં કેટલાક ભારતીયો અને નાઈજીરિયનો પણ સામેલ છે.