અભિનેત્રી રશ્મિકા મંદાના ફરીથી ડીપફેક વીડિયોનો શિકાર બની છે

લોગ વિચાર :

જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી વખત ડીપફેકનો શિકાર બની છે. આ વખતે તેનો એક ડીપફેક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે પાણીના ધોધની નીચે ઉભી જોવા મળી રહી છે.

આ દરમ્યાન તેણે બિકીની પહેરી છે. વાયરલ થઇ રહેલા ડીપફેક વિડીયો મુજબ આ રશ્મિકા મંદાના છે. જોકે આ સાચુ નથી. આ વિડીયો એક મોડલનો છે અને તેના ચહેરાને મોર્ફ (બદલાવામાં) કરવામાં આવ્યો છે અને તેના પર રશ્મિકા મંદાનાનો ફોટો લગાવવામાં આવ્યો છે.

તેના ઓરિજિનલ વિડીયોમાં અન્ય મોડલ જોવા મળે છે. વાસ્તવિક વિડીયોમાં મોડલ વોટરફુલ આગળ તે બિકીનીમાં જોવા  મળી રહી છે. પરંતુ ઘણા લોકોએ રશ્મિકાના વિડીયોને અસલી ગણાવ્યો અને તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. જોકે બાદમાં જાણવા મળ્યું કે આ વિડીયો ડીપફેક છે.

આ પહેલા પણ 6 નવેમ્બર, ર0ર3ના રોજ રશ્મિકા મંદાનાને એક વિડીયો સામે આવ્યો હતો જે તેનો ડીપફેક વિડીયો હતો. જેમાં બ્રિટીશર ઝરા પટેલના ચહેરા પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો. જોકે આ પછી રશ્મિકાએ ચિંતા વ્યકત કરી અને પછી તેના પર કેસ પણ નોંધવામાં આવ્યો.